GU/Prabhupada 0109 - અમે કોઈ પણ આળસુ વ્યક્તિને પરવાનગી નથી આપતા



Lecture on SB 1.7.24 -- Vrndavana, September 21, 1976

તમે તમારું કર્તવ્ય ખુબજ સારી રીતે કરો છો. તમારો ધર્મ એટલે કે તમારૂ વ્યવસાયિક કર્તવ્ય. ધારોકે તમે એન્જીનીયર છો. તમે તમારું કર્તવ્ય ખુબજ સરસ રીતે કરો છો. કે તમે તબીબ છો, કે વ્યાપારી, કે કોઈ પણ - દરેકને કઈક તો કરવું પડે છે. તમે આળસુ બનીને બેસી ના શકો અને તમને તમારી જીવનની આજીવિકા મળશે તેવું નથી. જો તમે સિંહ પણ હોવ છતાં તમારે કર્મ કરવું પડે છે. ન હિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગા: આ છે... આ ભૌતિક જગત તેમ છે. જો તમે સિંહની જેમ તાકાતવાર પણ હોવ, પણ છતાં તમે ઊંઘી ના શકો. તમે એમ વિચારો કે, "હું સિંહ છું, હું જંગલનો રાજા છું. મને ઊંઘવા દો, અને કોઈ પશુ આવીને મારા મુખમાં પ્રવેશ કરશે." ના, તે શક્ય નથી. ભલે તમે પશુ છો, તમારે એક પશુને પકડવું પડશે. ત્યારે તમે ખાઈ શકો છો. નહિતો તમારે ભૂખ્યા રહેવું પડશે. તેથી કૃષ્ણ કહે છે, નિયતઃ કુરુ કર્મ ત્વામ કર્મ જ્યાયો હી અકર્મણ: "તમારે તમારૂ કર્તવ્ય કરવું જ પડશે." શરીર યાત્રાપી ચ તે ન પ્રસિદ્ધયેદ અકર્મણ: (ભ.ગી. ૩.૮). એવું ના વિચારો... ધૂર્તો કહે છે કે, "કૃષ્ણ ભાવનામૃત આંદોલન લોકોને ભાગતા શીખવાડે છે. તેઓ બની ગયા છે..." ના, તે કૃષ્ણનો ઉપદેશ નથી. આપણે કોઈ આળસુ વ્યક્તિને પરવાનગી નથી આપતા. તે પ્રવૃત્ત રહેવો જ જોઈએ. તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. તે કૃષ્ણની આજ્ઞા છે. નિયતમ કુરુ કર્મ. અર્જુન લડવા માટે ના પાડતો હતો. તે એક અહિંસક સજ્જન બનવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. કૃષ્ણે તેને પરવાનગી ન આપી. "ના, ના, તું તે ના કરી શકે. તે તારી દુર્બળતા છે." કુટસ ત્વા કશ્મલમ ઈદમ વિષમે સમુપસ્થિતમ (ભ.ગી. ૨.૨): "તું પોતાને ધૂર્ત સાબિત કરી રહ્યો છે." તે અનાર્ય જુશ્ટમ છે. આ પ્રકારની વાતો અનાર્ય, અસભ્ય લોકો માટે છે. એમ ન કર." તે કૃષ્ણની... તો એમ ના વિચારો કે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન, જે લોકો કૃષ્ણ ભાવનાભાવિત છે, તેઓ આળસુ બની જાય છે અને હરિદાસ ઠાકુરનું અનુકરણ કરે છે. તે કૃષ્ણ ભાવનામૃત નથી. કૃષ્ણ ભાવનામૃત એટલે કે, જેમ કૃષ્ણ શિક્ષા આપે છે, કે તમારે ચોવીસ કલાક ખૂબજ, ખૂબજ વ્યસ્ત રેહવું જોઈએ. તે કૃષ્ણ ભાવનામૃત છે. એવું નહીં કે તમે આળસુ માણસ બની જાઓ, અને ખાઓ અને ઊંઘી જાઓ. ના.

તો આ ધર્મસ્ય ગ્લાની: છે. પણ તમારે તમારો દ્રષ્ટિકોણ બદલવો પડશે. આ ભૌતિક બદ્ધ અવસ્થામાં તમારું લક્ષ્ય છે કેવી રીતે તમારી ઇન્દ્રિયોને તૃપ્ત કરવી. અને કૃષ્ણ ભાવનામૃત એટલે કે તમારે એજ ભાવનામાં કાર્ય કરવું જોઈએ, તેજ ઉત્સાહથી, પણ તમારે કૃષ્ણને સંતુષ્ટ કરવા જોઈએ. તે આધ્યાત્મિક જીવન છે. આળસુ વ્યક્તિ બનવું નહીં. અંતર છે, જેમ લેખક કૃષ્ણદાસે કહેલું છે, આત્મેન્દ્રીય પ્રીતિ વાંછા તારે બલી 'કામ' (ચૈ.ચ. આદિ ૪.૧૬૫). કામ શું છે? કામ એટલે કે જ્યારે વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટે ઈચ્છા કરે છે. તે કામ છે. કૃષ્ણેન્દ્રિય પ્રીતિ ઈચ્છા ધરે 'પ્રેમ' નામ. અને પ્રેમ શું છે? પ્રેમ એટલે જ્યારે તમે કૃષ્ણની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા માટે પોતાને સંલગ્ન કરો છો. કેમ ગોપીઓ આટલી ઉન્નત છે? કારણ કે તેમનો એકજ પ્રયાસ હતો કેવી રીતે કૃષ્ણની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવી. તેથી ચૈતન્ય મહાપ્રભુએ ભલામણ આપી છે કે, રમ્યા કાચીદ ઉપાસના વ્રજ વધુ વર્ગેણ યા કલ્પિતા. તેમને બીજુ કોઈ કામ ન હતું. વૃંદાવન એટલે, જે લોકો વૃંદાવનમાં છે... જો તેમને વાસ્તવમાં વૃંદાવનમાં રેહવું છે, તેમનું કર્તવ્ય હોવું જોઈએ કેવી રીતે કૃષ્ણની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવી. તે વૃંદાવન છે. એવું નહીં કે, "હું વૃંદાવનમાં રહું છું અને મારી ઇન્દ્રિયોને તૃપ્ત કરવાનો પ્રયત્ન કરું છું." તે વૃંદાવન વાસી નથી. તે પ્રકારનું જીવન છે... કેટલા બધા વાંદરાઓ, કુતરાઓ અને ભૂંડો પણ વૃંદાવનમાં છે. શું તમે કેહવા માગો છો કે તેઓ વૃંદાવનમાં રહે છે? ના. જેણે પણ વૃંદાવનમાં તેની પોતાની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવી છે, તેનો આવતો જન્મ કુતરા, ભૂંડ અને વાંદરાનો હશે. તે તમારે જાણવું જ જોઈએ. તો આપણે વૃંદાવનમાં ઇન્દ્રિયતૃપ્તિ ન કરવી જોઈએ. તે એક મહાન પાપ છે. માત્ર તમે કૃષ્ણની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કરો.