GU/Prabhupada 0300 - મૂળ વ્યક્તિ મૃત નથી
Lecture -- Seattle, October 2, 1968 પ્રભુપાદ:ગોવિંદં આદિ પુરૂષમ તમ અહં ભજામિ. ભક્તો:ગોવિંદં આદિ પુરૂષમ તમ અહં ભજામિ. પ્રભુપાદ:તો અમારો કાર્યક્રમ છે મૂળ આદિ પુરુષ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ગોવિંદની પૂજા કરવું. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે,મૂળ પુરુષ કોણ છે તે શોધવું. સ્વાભાવિક રીતે,બધા ખૂબજ આતુર છે એક પરિવારનો મૂળ સદસ્યને જાણવા માટે,સમાજના મૂળ વ્યક્તિને, દેશના મૂળ વ્યક્તિને,માનવતાના મૂળ વ્યક્તિને..તમે આમ ચાલતા જાઓ,શોધ કરતા, પણ જો તમે તે એક મૂળ વ્યક્તિને શોધી શકશો જેમનાથી બધું આવેલું છે,તે બ્રહ્મ છે. જનમાંદ્ય યસ્ય યતઃ (શ્રી.ભાગ.૧.૧.૧).વેદાંત સૂત્ર કહે છે,કે બ્રહ્મ,પરમ સત્ય, તે છે જેમનાથી બધું ઉદ્ભૂત થયું છે.ખૂબજ સરળ વર્ણન. ભગવાન શું છે,પરમ સત્ય શું છે,ખૂબજ સરળ પરિભાષા -મૂળ વ્યક્તિ.
તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલે કે તે મૂળ વ્યક્તિના પાસે જાવું. તે મૂળ વ્યક્તિ મરી નથી ગયા છે. કારણ કે બધું તે મૂળ વ્યક્તિથી ઉદ્ભૂત થાય છે,તેથી બધું સારી રીતે ચાલી રહ્યું છે. સૂર્ય ઉદિત થાય છે,ચંદ્ર ઉદિત થાય છે,ઋતુઓ બદલી રહ્યા છે,તો... રાત્રી છે,દિવસ છે,ક્રમમાં. તો તે મૂળ પુરુષના દેહનો કાર્ય ઠીક રીતે ચાલી રહ્યું છે. તમે કેવી રીતે કહી શકો છો કે ભગવાન મરી ગયા છે? જેમ કે તમારા દેહમાં,જ્યારે વૈદ્યં જાણ કરે છે તમારી નાડી જોઈને કે તમારું હૃદય ઠીક રીતે ચાલી નથી રહ્યું છે, તે તેમ નથી ઘોષિત કરતા કે,"આ માણસ હવે મરી ગયો છે.".તે કહે છે કે,"આ માણસ હાજી પણ જીવિત છે." તેમજ,જો તમે બુદ્ધિશાળી છો,ત્યારે તમે આ જગતના દેહનો નાડી જાણી શકો છો, અને તે ઠીક રીતે ચાલી રહ્યું છે.તો તમે કેવી રીતે કહી શકો છો કે ભગવાન મરી ગયા છે?ભગવાન ક્યારે પણ મરતા નથી. તે એક મૂર્ખનો કથન છે કે ભગવાન મરી ગયા છે - કમ બુદ્ધિવાળા વ્યક્તિઓ, વ્યક્તિઓ જેને કોઈ પણ જ્ઞાન નથી કે કેવી રીતે કોઈ પણ વસ્તુને જીવિત કે મૃત છે તે જાણવું. જે વ્યક્તિને થોડું જ્ઞાન છે જાણવા માટે કે કોઈ વ્યક્તિ કેવી રીતે જીવિત છે કે મૃત છે,સમજવા માટે, તે ક્યારે પણ નથી કેહ્શે કે ભગવાન મારી ગયા છે. તેથી ભગવદ્ ગીતામાં કહેવાયેલું છે, જન્મ કર્મ મેં દિવ્યમ યો જાનાતિ તત્ત્વતઃ (ભ.ગી.૪.૯) "જે પણ બુદ્ધિશાળી વ્યક્તિ માત્ર સમજી શકશે કે, હું કેવી રીતે મારો જન્મ લઉ છું અને હું કેવી રીતે કાર્ય કરું છું."જન્મ કર્મ... હવે આ શબ્દને ધ્યાન રાખો,જન્મ અને કર્મ, તે ક્યારે પણ નથી કેહતા કે,જન્મ મૃત્યુ.મૃત્યુ એટલે કે મૃત્યુ. જે પણ જન્મ લે છે,તેની મૃત્યુ પણ છે.કઈ પણ. આપણા પાસે કોઈ પણ અનુભવ નથી કે કોઈ વસ્તુ જન્મ લે છે પણ મરતો નથી. દેહ જન્મ લે છે;તેથી તે મરી જાશે. મારા દેહના જન્મ સાથે મૃત્યુનો પણ જન્મ થયો છે. હું મારો ઉમર વધાવીશ,મારા ઉંમરના વર્ષો,એટલે કે હું મરી જાવું છું. પણ ભગવદ્ ગીતાના આ શ્લોકમાં કૃષ્ણ કહે છે,જન્મ કર્મ,પણ કૃષ્ણ ક્યારે પણ નથી કેહતા કે,"મારી મૃત્યુ" મૃત્યુ થઇ નથી શકતો.ભગવાન શાશ્વત છે. તમે પણ,તમે પણ નથી મરતા.તે હું જાણતો નથી. હું માત્ર મારો દેહ બદલું છું.તેને સમજવાની જરૂરત છે. કૃષ્ણ ભાવનામૃત વિજ્ઞાન એક ખૂબજ મહાન વિજ્ઞાન છે. એમ કીધું છે...તે કોઈ નવી વાત નથી,તે ભગવદ્ ગીતામાં કહેવાયેલું છે,... તમે બધા,તમે ભગવદ્ ગીતાથી જાણીતા છો. ભગવદ્ ગીતામાં,તે સ્વીકાર નથી કરતુ કે આ દેહના મૃત્યુ સાથે... મૃત્યુ નથી - આ દેહના સંહાર,પ્રાકટ્ય કે અપ્રાકટ્યના પછી, હું કે તમે મરતા નથી.ન હન્યતે. ન હન્યતે એટલે કે,"ક્યારે પણ મરતું નથી"અથવા "ક્યારે પણ વિનષ્ટ નથી થાતું.", આ દેહના વિનાશ પછી પણ.આ પરિસ્થિતિ છે.