GU/Prabhupada 0300 - મૂળ વ્યક્તિ મૃત નથી



Lecture -- Seattle, October 2, 1968

પ્રભુપાદ: ગોવિંદમ આદિ પુરૂષમ તમ અહમ ભજામિ. ભક્તો: ગોવિંદમ આદિ પુરૂષમ તમ અહમ ભજામિ. પ્રભુપાદ: તો આપણો કાર્યક્રમ છે મૂળ આદિ પુરુષ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ગોવિંદની પૂજા કરવી. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે, મૂળ પુરુષ કોણ છે તે શોધવું. સ્વાભાવિક રીતે, દરેક વ્યક્તિ ખૂબજ આતુર છે એક પરિવારના મૂળ સદસ્યને જાણવા માટે, સમાજના મૂળ વ્યક્તિને, દેશના મૂળ વ્યક્તિને, માનવતાના મૂળ વ્યક્તિને... તમે આમ ચાલતા જાઓ, શોધ કરતા. પણ જો તમે તે એક મૂળ વ્યક્તિને શોધી શકો જેમનામાથી બધું આવેલું છે, તે બ્રહ્મ છે. જન્માદિ અસ્ય યતઃ (શ્રી.ભા. ૧.૧.૧). વેદાંત સૂત્ર કહે છે, કે બ્રહ્મ, નિરપેક્ષ સત્ય, તે છે જેમનામાથી બધું ઉદભવ થયું છે. ખૂબજ સરળ વર્ણન. ભગવાન શું છે, નિરપેક્ષ સત્ય શું છે, ખૂબજ સરળ પરિભાષા - મૂળ વ્યક્તિ.

તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલે કે તે મૂળ વ્યક્તિની પાસે જવું. તે મૂળ વ્યક્તિ મૃત નથી, કારણકે બધું તે મૂળ વ્યક્તિમાથી ઉદભવ થાય છે, તેથી બધું સારી રીતે ચાલી રહ્યું છે. સૂર્ય ઉદય થાય છે, ચંદ્ર ઉદય થાય છે, ઋતુઓ બદલાઈ રહી છે, તો... રાત્રી છે, દિવસ છે, બરાબર ક્રમમાં. તો તે મૂળ પુરુષના શરીરનું કાર્ય ઠીક રીતે ચાલી રહ્યું છે. તમે કેવી રીતે કહી શકો કે ભગવાન મરી ગયા છે? જેમ કે તમારા શરીરમાં, જ્યારે ડોક્ટર જાણ કરે છે તમારી નાડી જોઈને કે તમારું હ્રદય ઠીક રીતે ચાલી રહ્યું છે, તેઓ તેમ નથી ઘોષિત કરતા કે "આ માણસ હવે મરી ગયો છે." તેઓ કહે છે કે, "આ માણસ હજુ જીવિત છે." તેવી જ રીતે, જો તમે બુદ્ધિશાળી છો, તો તમે આ વૈશ્વિક શરીરની નાડી અનભવી શકો છો - અને તે ઠીક રીતે ચાલી રહ્યું છે. તો તમે કેવી રીતે કહી શકો કે ભગવાન મરી ગયા છે? ભગવાન ક્યારેય પણ મરતા નથી. તે એક મૂર્ખનું કથન છે કે ભગવાન મરી ગયા છે - બુદ્ધિહીન વ્યક્તિઓ, વ્યક્તિઓ કે જેમને કોઈ પણ જ્ઞાન નથી કે કેવી રીતે કોઈ પણ વસ્તુ જીવિત કે મૃત તે જાણવું. જે વ્યક્તિને જ્ઞાન છે કે કોઈ વ્યક્તિ કેવી રીતે જીવિત છે કે મૃત તે જાણી શકાય, સમજી શકાય, તે ક્યારેય પણ નહીં કહે કે ભગવાન મરી ગયા છે. તેથી ભગવદ ગીતામાં કહેવાયેલું છે: જન્મ કર્મ મે દિવ્યમ યો જાનાતિ તત્ત્વતઃ (ભ.ગી. ૪.૯) "જે પણ બુદ્ધિશાળી વ્યક્તિ માત્ર સમજી શકે કે, હું કેવી રીતે મારો જન્મ લઉ છું અને હું કેવી રીતે કાર્ય કરું છું," જન્મ કર્મ... હવે આ શબ્દની નોંધ લો, જન્મ અને કર્મ, તેઓ ક્યારે પણ નથી કહેતા જન્મ મૃત્યુ. મૃત્યુ એટલે કે મરવું. જે પણ જન્મ લે છે, તેની મૃત્યુ પણ છે. કોઈ પણ. આપણી પાસે કોઈ પણ અનુભવ નથી કે કોઈ વસ્તુ જન્મ લે છે તે મરતું નથી. શરીર જન્મ લે છે; તેથી તે મરી જશે. મારા શરીરના જન્મની સાથે મૃત્યુનો પણ જન્મ થયો છે. હું મારી ઉમર વધારીશ, મારા ઉંમરના વર્ષો, એટલે કે હું મરી રહ્યો છું. પણ ભગવદ ગીતાના આ શ્લોકમાં કૃષ્ણ કહે છે, જન્મ કર્મ, પણ કૃષ્ણ ક્યારેય પણ નથી કેહતા કે "મારી મૃત્યુ." મૃત્યુ થઇ ના શકે. ભગવાન શાશ્વત છે. તમે પણ, તમે પણ મરતા નથી. તે હું જાણતો નથી. હું માત્ર મારુ શરીર બદલું છું. તેને સમજવાની જરૂર છે. કૃષ્ણ ભાવનામૃત વિજ્ઞાન એક ખૂબજ મહાન વિજ્ઞાન છે. એમ કહ્યું છે... તે કોઈ નવી વાત નથી, તે ભગવદ ગીતામાં કહેવાયેલું છે... તમે બધા, તમે ભગવદ ગીતાથી જાણકાર છો. ભગવદ ગીતામાં, તે સ્વીકાર નથી કરતુ કે આ શરીરના મૃત્યુ સાથે... મૃત્યુ નહીં - આ દેહનો સંહાર, પ્રાકટ્ય કે અપ્રાકટ્ય પછી, હું કે તમે મરતા નથી. ન હન્યતે (ભ.ગી. ૨.૨૦). ન હન્યતે એટલે કે "ક્યારેય પણ મરતું નથી" અથવા "ક્યારેય પણ નષ્ટ નથી થતું," આ શરીરના વિનાશ પછી પણ. આ પરિસ્થિતિ છે.