GU/Prabhupada 0207 - બેજવાબદારીપૂર્વક જીવો નહીં
Lecture on SB 6.1.16 -- Denver, June 29, 1975
આપણે શુદ્ધિકરણની વિધિ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. વિવિધ પદ્ધતિઓની વર્ણવેલી છે, પ્રાયશ્ચિત્ત દ્વારા અને તપસ્યા દ્વારા, આપણે ચર્ચા કરેલી છે. અને પછી કેવલયા ભક્ત. ભક્તિમાં બધું સમ્મિલિત છે - કર્મ, જ્ઞાન, યોગ, બધું. અને વિશેષ રીતે ભલામણ કરાયેલી છે, કે તપસ્યા દ્વારા અને બીજી પદ્ધતિઓ દ્વારા, સંભાવના છે, પણ તે સફળ ના પણ થાય. પણ જો આપણે આ પદ્ધતિને અપનાવીશું, ભક્તિમય સેવા, ત્યારે તે ચોક્કસ છે. તો આ શુદ્ધિકરણ પદ્ધતિ એટલે કે નિવૃત્તિ-માર્ગ. અને પ્રવૃત્તિ-માર્ગ એટલે કે વગર કોઈ જ્ઞાનના, જેમ આપણે આગળ વધી રહ્યા છીએ, દોડી રહ્યા છીએ - આપણે બધું કરી રહ્યા છીએ, જે પણ આપણને સારું લાગે. તેને કહેવાય છે પ્રવૃત્તિ-માર્ગ. લોકો સામાન્ય રીતે પ્રવૃત્તિ-માર્ગમાં સંલગ્ન છે. વિશેષ કરીને આ યુગમાં, લોકો પરવાહ નથી કરતા કે આવતા સમયમાં શું થવાનું છે. તેથી તે લોકો શાંતિનો અનુભવ કરે છે કે "મૃત્યુ પછી કોઈ બીજું જીવન નથી. ચાલો આ જીવનનો શ્રેષ્ઠ સામર્થ્યથી આનંદ ઉઠાવીએ. ત્યારે મૃત્યુ પછી, કોઈ વાંધો નહીં શું થશે." સૌથી પેહલા, તેઓ આવતા જન્મ માટે ઇન્કાર કરે છે. અને જો આગલો જન્મ હશે, તો પણ, અને જો હું બિલાડી કે કૂતરો બનીશ, તો તેમને કોઈ વાંધો નથી. આ અનુભવ છે આધુનિક યુગમાં, બેજવાબદાર જીવન.
પણ આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન લોકોને શીખવાડે છે કે "બેજવાબદાર જીવન ન જીવો." ઉદાહરણ માટે, તમે કહી શકો છો કે, "જીવન નથી." પણ જો હું દલીલ કરું કે, "જો જીવન છે તો..." હવે આ પણ ધારણા છે, કારણ કે કોઈ પણ... જે લોકો અજ્ઞાનમાં છે, તેઓ જાણતા નથી કે જીવન છે અથવા નહીં. તો તમે દલીલ કરો છો, "જીવન નથી," પણ તમને ખબર નથી કે જીવન છે. તે તમારા જ્ઞાનમાં નથી. તો ધારો કે તમને બંને બાજુને લઈને તેના ઉપર વિચાર કરો છો... તમે માત્ર વિચાર કરો છો તે બિંદુ ઉપર કે કોઈ જીવન નથી. હવે, તમે કેમ મારો પ્રસ્તાવ નથી લેતા કે, "જો જીવન હશે તો"? કારણ કે તમે નિશ્ચિત નથી કે જીવન છે કે નહીં. અમે કહીએ છીએ કે જીવન છે. અમે ઉદાહરણ લઈએ છીએ: જેમ કે આ બાળકને તેનો બીજો જન્મ મળેલો છે. બાળક કહી શકે છે કે, "આગલા જન્મમાં કોઈ જીવન નથી." પણ વાસ્તવમાં તે હકીકત નથી. હકીકત છે કે, જીવન છે. આ શિશુ શરીર બદલીને એક બાળક થશે. અને તે બાળક તેનું શરીર બદલીને, તે એક યુવાન થશે. તે એક હકીકત છે. પણ જો તમે માત્ર હઠ કરીને બેસો કે બીજુ જીવન નથી... તે તમે કહી શકો છો. પણ આ દલીલ લો: જો જીવન છે, ત્યારે તમે કેટલુ બેજવાબદાર જીવનને જીવો છો, તમારા ભવિષ્યના જીવનને કેટલું અંધકારમય બનાવો છો? તે જ ઉદાહરણ: જો એક બાળક શાળામાં નથી જતો, શિક્ષા નથી લેતો, જો તે વિચારે કે, "આ જીવનને છોડીને બીજું કોઈ જીવન નથી, હું આખો દિવસ રમતો રહીશ. હું કેમ શાળામાં જઉં?" તે તેમ કહી શકે છે, પણ જીવન છે, અને જો તે શિક્ષણ પ્રાપ્ત નહીં કરે, આગળના જીવનમાં, જ્યારે તે જુવાન વ્યક્તિ થશે, જો તે સારા પદ પર સ્થિત નહીં હોય, તો તે કષ્ટ ભોગવશે. તે બેજવાબદાર જીવન છે.
તો આપણને આગલું જીવન મળે તે પેહલા, આપણે બધા પ્રકારના પાપમય જીવનથી મુક્ત થવું જોઈએ. નહિતો આપણને વધુ સારું જીવન પ્રાપ્ત નહીં થાય. વિશેષ કરીને ભગવદ ધામ જવા માટે, વ્યક્તિએ તેના પાપમય જીવનના પરિણામસ્વરૂપ કર્મોને સમાપ્ત કરવા જ પડે. ભગવદ ગીતામાં તમને મળશે,
- યેષામ ત્વ અંત ગતમ પાપમ
- જનાનામ પુણ્ય કર્મણામ
- તે દ્વન્દ્વ મોહ નિર્મુક્તા
- ભજન્તે મામ દ્રઢવ્રતા:
- (ભ.ગી. ૭.૨૮)
કૃષ્ણનો નિષ્ઠાવાન ભક્ત બનવા માટે, પૂર્ણ ભક્ત બનવા માટે, તેનો અર્થ છે કે વ્યક્તિએ પાપમય જીવનના બધા ફળોથી મુક્ત થવું પડે. યેષામ અંત ગતમ પાપમ. હવે કોઈ વધુ પાપમય કૃત્યો નહીં. અને જે પણ પાપમય કર્મો તેણે પોતાના પૂર્વ જીવનમાં કરેલા છે, તે પણ રદ થઇ ગયા છે. તેને પણ રદ કરી દેવામાં આવેલા છે. હવે બીજી કોઈ પ્રતિક્રિયા નથી. યેષામ ત્વ અંત ગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ. તો લોકો પાપમય કર્મોમાં કે પુણ્ય કર્મોમાં સંલગ્ન છે. તો જે લોકોએ માત્ર તેમના પૂર્વ જન્મોના પાપમય કર્મોના પરિણામરૂપી ફળને સમાપ્ત કરી દીધા, એટલું જ નહીં પણ વર્તમાન સમયે, તેઓ માત્ર પુણ્ય કર્મોમાં સંલગ્ન છે, તેવો વ્યક્તિ, યેષામ ત્વ અંત ગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ, તે, તેવો વ્યક્તિ, દ્વન્દ્વ મોહ નિર્મુક્તા, કોઈ સંશય વગર, ભજન્તે મામ દ્રઢવ્રતા: તે, તો જે પણ કૃષ્ણની સેવામાં પૂર્ણ શ્રદ્ધાથી અને ભક્તિથી સંલગ્ન છે, એવું સમજવું જોઈએ કે તે હવે પાપમય કર્મોના ફળથી પૂર્ણ રૂપે મુક્ત છે.