GU/Prabhupada 0013 - ચોવીસ કલાક સેવા
Lecture on BG 2.49-51 -- New York, April 5, 1966
યોગઃ કર્મસુ કૌશલમ. કૌશલમ એટલે એક નિપુણ યુક્તિ. જેમ બે માણસ કાર્ય કરી રહ્યા છે. એક માણસ ખુબજ નિપુણ છે, બીજો માણસ એટલો નિપુણ નથી. યંત્રો માં પણ. યંત્ર માં કઈક ખોટ છે. જે માણસ નિપુણ નથી, તે દિવસ રાત પ્રયત્ન કરી રહ્યો છે, કેવી રીતે મેળ કરવો, પણ નિપુણ વ્યક્તિ આવે છે અને તરતજ જુએ છે કે ખોટ શું છે, અને તે એક વાયરને જોડે છે, આમ ને તેમ કરે છે, અને યંત્ર ફરી ચાલુ થઈ જાય છે. ઝૂમ, ઝૂમ, ઝૂમ, ઝૂમ, ઝૂમ, ઝૂમ. તમે જોયું? જેમ કે કોઈક વાર, આપણા ટેપ રેકોર્ડરમાં મુશ્કેલી થાય છે, અને શ્રીમાન કાર્લ કે કોઈ આવીને તેને ઠીક કરી દે છે. તો દરેક વસ્તુઓને નિપુણ જ્ઞાનની જરૂર પડે છે.
તો કર્મ, કર્મ એટલે કાર્ય. આપણે કાર્ય તો કરવું જ પડે. કાર્ય વગર, આ દેહ અને આત્મા સાથે રહી શકે નહીં. તે ખોટો વિચાર છે કે વ્યક્તિ કે જે..., આધ્યાત્મિક સાક્ષાત્કાર માટે, તેને કર્મ ના કરવું પડે. ના, તેને વધારે કાર્ય કરવું પડે. જે વ્યક્તિઓ આધ્યાત્મિક સાક્ષાત્કાર માટે નથી, તેઓ કદાચ જોડાયેલા હોય કામમાં માત્ર આઠ કલાક સુધી, પણ જે લોકો આધ્યાત્મિક સાક્ષાત્કાર માટે જોડાયેલા છે, ઓહ, તે ચોવીસ કલાક માટે જોડાયેલા છે, ચોવીસ કલાક. તે અંતર છે. અને તે અંતર છે કે... તમે જોશો કે આ ભૌતિક સ્તર પર, જીવનના શારીરિક અભિગમ પર, જો તમે આઠ કલાક પણ કાર્ય કરશો, તો તમને થાક લાગશે. પણ આધ્યાત્મિક હેતુ માટે, તમે ચોવીસ કલાકથી વધારે પણ કાર્ય કરશો તો... દુર્ભાગ્યવશ, તમારા હાથમાં ચોવીસ કલાક કરતા વધારે સમય નથી. છતાં, તમને થાક નહીં લાગે.
હું તમને કહું છુ. આ મારો પ્રત્યક્ષ અનુભવ છે. આ મારો પ્રત્યક્ષ અનુભવ છે. અને હું અહી છું, સદા કાર્ય કરતો, કઈક અભ્યાસ કરતો કે લખતો, થોડું વાંચતો કે લખતો, ચોવીસ કલાક. બસ જ્યારે મને ભૂખ લાગે, ત્યારે હું થોડું ભોજન લઉં છું. અને મને જ્યારે ઊંઘ આવે, ત્યારે હું સુઈ જવું છું. નહીં તો, હમેશા, મને થાક નથી લાગતો. તમે શ્રીમાન પૌલને પૂછી શકો છો કે હું તેમ નથી કરતો. તો મને તે કરવામાં આનંદ મળે છે. મને થાક લાગતો નથી. તેવી જ રીતે, જ્યારે વ્યક્તિને તે આધ્યાત્મિક બુદ્ધિ મળશે, તેને નહીં લાગે... ઊલટું, તે, તેને ઊંઘવાનો કંટાળો આવશે, ઊંઘવા જવા માટે, "ઓહ, ઊંઘ મને હેરાન કરવા માટે આવી છે." જોયું? તેને ઊંઘના સમયને ઓછો કરવો છે.
પછી...હવે, જેમ આપણે પ્રાર્થના કરીએ છીએ, વંદે રૂપ સનાતાનૌ રઘુ યુગૌ શ્રી જીવ ગોપાલકૌ. આ છ ગોસ્વમીઓ, તેઓ ભગવાન ચૈતન્ય દ્વારા નિયુક્ત હતા આ વિજ્ઞાનની ચર્ચા કરવા માટે. તેઓએ તેના વિષયે ભરપૂર સાહિત્ય લખેલું છે. તમે જોયું? તો તમને આશ્ચર્ય થશે કે તેઓ સૂતા હતા માત્ર દોઢ કલાક માટે, તેનાથી વધારે નહીં. તે પણ, તેઓ ક્યારેક છોડી દેતા.