GU/Prabhupada 0015 - હું આ શરીર નથી
Lecture on BG 9.34 -- New York, December 26, 1966
આત્માની પ્રસ્તુતિમાં, એટલે કે ઉપસ્થિતિના છ લક્ષણ છે. તેમાંથી વિકાસ એક મુખ્ય છે. તો વિકાસ. જેમ આત્મા શરીરની બહાર આવે છે, કોઈ વિકાસ નહીં. જો બાળક મૃત આવે છે, ઓહ, કોઈ વિકાસ નહીં થાય. ઓહ, ત્યારે માતા પિતા કહશે તે નકામું છે. ફેકી દો તેને. તો તેવી જ રીતે, ભગવાન કૃષ્ણે અર્જુનને પેહલું ઉદાહરણ આપ્યું કે, "એવું ના વિચાર કે જે આધ્યાત્મિક અંશ શરીરની અંદર છે, જેની ઉપસ્થિતિથી, શરીર બાળપણથી તારુણ્ય સુધી વધે છે, તારુણ્યથી યુવાની, યુવાનીથી વૃદ્ધ અવસ્થા. તો તેથી, જ્યારે આ શરીર નકામું બની જાય છે, અદૃશ્ય રૂપે, આત્મા આ શરીરને છોડી દે છે." વાસાંસી જીર્ણાની યથા વિહાય (ભ.ગી. ૨.૨૨). જેમ કે આપણે જૂનું વસ્ત્ર છોડીને નવું વસ્ત્ર ધારણ કરીએ છીએ, તેવી જ રીતે, આપણે બીજું શરીર સ્વીકારીએ છીએ.
અને આપણે બીજું શરીર આપણી પસંદગી અનુસાર નથી સ્વીકાર્યું. તે પસંદગી પ્રકૃતિના કાયદા ઉપર આધાર રાખે છે. તે પસંદગી પ્રકૃતિના કાયદા ઉપર આધાર રાખે છે. તમે મૃત્યુના સમયે કહી ના શકો, પણ તમે વિચારી શકો. તમે એમ કહી શકો છો કે, એટલે કે, વ્યક્તિત્વ અને તે પસંદગી બધું જ છે. યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજતિ અંતે કલેવરમ (ભ.ગી. ૮.૬). બસ, તમારા મૃત્યુ ના સમયે, તમારી માનસિકતા, જેમ તમારા વિચારોનો વિકાસ થશે, તમને પછીનો જન્મ તે પ્રકારે મળશે. તો તે બુદ્ધિશાળી વ્યક્તિ, જે પાગલ નથી, તેણે સમજવું જોઈએ કે હું આ શરીર નથી. પેહલી વાત. હું આ શરીર નથી.. પછી તે સમજશે કે તેનું કર્તવ્ય શું છે? ઓહ, આધ્યાત્મિક આત્મા તરીકે, તેનું કર્તવ્ય શું છે?
તેનું કર્તવ્ય છે, તે ભગવદ ગીતા માં આપેલું છે નવમાં અધ્યાયના છેલ્લા શ્લોકમાં આપેલું છે, તે કર્તવ્ય છે મનમના ભવ (ભ.ગી. ૯.૩૪) તમે કઈક વિચાર કરો છો. આપણામાના દરેક, બધ્ય જીવ, આપણે કઈક વિચારીએ છીએ. વિચાર કર્યા વગર, એક ક્ષણ માટે પણ, તમે રહી ના શકો. તે શક્ય નથી. તો આ છે કર્તવ્ય. તમે કૃષ્ણનું ચિંતન કરો. તમે કૃષ્ણ વિષે વિચારો. તમારે કશુક તો વિચારવું પડશે જ. તો જો તમે કૃષ્ણ વિષે વિચારશો તો શું નુકશાન છે? કૃષ્ણને કેટલા બધા કાર્યો છે, કેટલા બધા સાહિત્યો છે, અને કેટલી બધી વસ્તુઓ છે. કૃષ્ણ અહી આવે છે. આપણી પાસે ગ્રંથોના કેટલા બધા ઢગલા છે. જો તમારે કૃષ્ણ વિચારવું છે, તો અમે તમને ઘણા બધા સાહિત્યો આપી શકીએ છીએ કે જો તમે ચોવીસ કલાક વાંચશો તો પણ તમારા સમસ્ત જીવનમાં પણ પૂર્ણ નહીં થાય. તો કૃષ્ણ વિષે વિચારવું, પર્યાપ્ત ગ્રંથો છે. કૃષ્ણ વિષે વિચારવું. મનમના ભવ. ઓહ, હું તમારા વિષે વિચારી શકું છુ.
જેમ કે એક વ્યક્તિ કોઈ માલિકની સેવા કરે છે. ઓહ, તે હમેશા તે માલિક વિષે જ વિચારે છે. ઓહ, મને ત્યાં નવ વાગે જવું પડશે અને તે માલિક અપ્રસન્ન થશે. તે કઈ હેતુ વિષે વિચાર કરે છે. તે પ્રકારનું વિચારવું નહીં ચાલે. પછી તેથી તેઓ કહે છે, ભવ મદ ભક્તઃ (ભ.ગી. ૯.૩૪). "તમે ફક્ત પ્રેમથી મારા વિષે વિચારો." જ્યારે માલિક, જ્યારે, એટલે કે, જ્યારે દાસ તેના સ્વામી વિષે વિચાર કરે છે, ત્યાં કોઈ પ્રેમ નથી. તે રુપયા-પૈસા માટે વિચાર કરે છે. "કારણકે, જો હું ઓફિસે ઠીક નવ વાગે નહીં પહોંચું, ઓહ, હું મોડો થઇ જઈશ અને બે ડોલરનું નુકશાન થશે." તેથી તે માલિક વિષે વિચારતો નથી, પણ તે રુપયા-પૈસા વિષે વિચાર કરે છે. તો તે પ્રકારનો વિચાર તમને નહીં બચાવે. તેથી તેઓ કહે છે, ભવ મદ ભક્તઃ "તમે માત્ર મારા ભક્ત બનો. પછી મારા વિષે તારું વિચારવું સુંદર હશે." અને તે ભક્તિ શું છે? મદ ભક્તઃ ભક્તિ... ભક્તિ એટલે સેવા. મદ્યાજી (ભ.ગી. ૯.૩૪). તમે ભગવાનની કઈક સેવા કરો . જેમ કે અમે અહી હમેશા જોડાયેલા હોઈએ છીએ. જ્યારે પણ તમે આવશો, તમે અમને કઈક કાર્યમાં વ્યસ્ત જોશો. તો અમે કઈ કર્તવ્યો બનાવેલા છે. ફક્ત કૃષ્ણ વિષે વિચાર કરવા.