GU/Prabhupada 0023 - મૃત્યુ પેહલા કૃષ્ણ ભાવનાભાવિત બનો

Revision as of 21:36, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Sri Isopanisad Invocation Lecture -- Los Angeles, April 28, 1970

તો અહી તે કહેલું છે કે બ્રહ્માંડનો પોતાનો સમય છે, જે પૂર્ણની શક્તિ દ્વારા નિયત છે. બ્રહ્માંડ પણ એક મોટું કદાવર દેહ છે, ભૌતિક દેહ. બસ તેટલું જ. જેમ કે તમારું શરીર; બધું સાપેક્ષ છે. આધુનિક વિજ્ઞાન, સાપેક્ષતાનો નિયમ. એક અણુ, એક નાનો કણ, નાની કીડી, તો તેને સાપેક્ષ જીવન છે, તમારે સાપેક્ષ જીવન છે. તેવી જ રીતે, આ પ્રચંડ દેહ, હોઈ શકે કે આ બ્રહ્માંડ કેટલા બધા લાખો વર્ષ રેહશે, પણ તે હમેશ માટે નહીં રહે. તે હકીકત છે. કારણકે તે ખૂબજ મોટું છે, તે થોડા લાખો વર્ષ સુધી રહી શકે છે, પણ તે સમાપ્ત થશે. તે પ્રકૃતિનો નિયમ છે. અને જયારે તે સમય પૂર્ણ થશે, આ અલ્પકાલિન અભિવ્યક્તિ નષ્ટ પામશે પરમ સંપૂર્ણની સંપૂર્ણ વ્યવસ્થાથી. જયારે તમારો સમય પૂરો થશે, હવે વધારે નહીં શ્રીમાન, આ શરીરમાં. કોઈ પણ રોકી ના શકે. તે વ્યવસ્થા એટલી મજબૂત છે. તમે કહી ના શકો, "મને રેહવા દો." વાસ્તવમાં તે થાય છે.

જ્યારે હું ભારતમાં અલ્લાહાબાદમાં હતો, ત્યારે અમારા એક, એક જાણીતા મિત્ર, તે ખુબજ ધનવાન હતા. તે મરી રહ્યા હતા. તો તે ડોક્ટર ને વિનતી કરી રહ્યા હતા, "શું તમે મને ૪ વર્ષ સુધી જીવિત ના રાખી શકો? મારી એક યોજના છે, તમે જોયું. હું તેને પૂરું નથી કરી શક્યો." તમે જુઓ. આશા પાશ શતૈર બદ્ધા: (ભ.ગી. ૧૬.૧૨). .તે આસુરિક છે. દરેક વ્યક્તિ એમ વિચાર કરે છે કે "ઓહ, મારે આ કરવું જ પડશે. મારે આ કરવું જ પડશે." ના. ડોક્ટર કે ડોક્ટરનો બાપ કે તેનો બાપ, કોઈ પણ વૈજ્ઞાનિક તેને રોકી ના શકે. "ઓહ, ના, શ્રીમાન. ચાર વર્ષ નહીં. ચાર મિનટ પણ નહીં. તમારે તરત જ જવું પડશે." આ નિયમ છે. તો તે ક્ષણ આવે તે પેહલા, વ્યક્તિએ ખુબજ નિપુણ બનવું પડશે કૃષ્ણ ભાવનામૃતનો સાક્ષાત્કાર કરવા માટે. તુર્ણમ યતેત. (શ્રી.ભા. ૧૧.૯.૨૯) તુર્ણમ એટલે ખુબજ તેજીથી, ખુબજ તેજીથી તમારે કૃષ્ણ ભાવનામૃતનોસાક્ષાત્કાર કરવો જોઈએ. અનુ...આગલી, મૃત્યુ પેહલા, આગલી મૃત્યુ આવશે, તમારે તમારું કાર્ય સમાપ્ત કરવું જ જોઈએ. તે બુદ્ધિમાની છે. નહીં તો પરાજય. ધન્યવાદ.