GU/Prabhupada 0056 - શાસ્ત્રોમાં વર્ણિત બાર અધિકારીઓ

Revision as of 21:41, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 7.6.1 -- Madras, January 2, 1976

પ્રભુપાદ:

શ્રી પ્રહલાદ ઉવાચ:
કૌમારમ આચરેત પ્રજ્ઞો
ધર્માન ભાગવતાન ઇહ
દુર્લભમ માનુષમ જન્મ
તદ અપિ અધ્રુવમ અર્થદમ
(શ્રી.ભાગ.૭.૬.૧)

આ છે પ્રહલાદ મહારાજ. તે કૃષ્ણ ભાવનામૃતના એક મહાજન છે. શાસ્ત્રમાં બાર મહાજનો બતાવેલા છે:

સ્વયંભુ નારદ: શમ્ભુ
કુમાર: કપીલો મનુ:
પ્રહલાદો જનકો ભીશ્મો
બલિર વૈયાસકીર વયમ
(શ્રી.ભા. ૬.૩.૨૦)

આ યમરાજનું કથન છે ધર્મના અધિકારીઓ વિષે. ધર્મ એટલે કે ભાગવત ધર્મ. મને લાગે છે કે મે કાલે રાત્રે સમજાવ્યું હતું, ધર્મ એટલે કે ભાગવત. ધર્મમ તુ સાક્ષાદ ભગવત પ્રણીતમ (શ્રી.ભા. ૬.૩.૧૯). જેમ કે આપણા શ્રીમાન મુખ્ય ન્યાયાધીશ કાયદા ઉપર ફેસલો આપે છે, તો કાયદો કોઈ પણ સાધારણ વ્યક્તિ કે વ્યાપારી દ્વારા બનાવી ના શકાય, ના. કાયદો માત્ર રાજ્ય, સરકાર, દ્વારા નિર્મિત થઇ શકે છે. કોઈ પણ નિર્માણ ના કરી શકે. તેવું ના હોય... જો ઉચ્ચ ન્યાયાલયમાં, જો કોઈ યાચના કરશે કે, "સાહેબ, મારી પાસે પોતાનો કાયદો છે,." તો શ્રીમાન ન્યાયાધીશ સ્વીકાર નહીં કરે. તો તેવી જ રીતે, તમે ધર્મનું નિર્માણ નથી કરી શકતા. ભલે તમે ખુબજ મોટા માણસ છો... મુખ્ય ન્યાયાધીશ પણ નિયમ નથી બનાવી શકતો. નિયમ રાજ્ય દ્વારા આપવામાં આવે છે. તેવી જ રીતે, ધર્મ એટલે કે ભાગવત ધર્મ અને બીજા તથાકથિત ધર્મો, તે ધર્મ નથી. તેમને સ્વીકાર કરવામાં નહી આવે. બરાબર તેજ રીતે, તમારા ઘરે બનાવેલા કાયદાને સ્વીકારવામાં નહી આવે. તેથી ધર્મમ તુ સાક્ષાદ ભગવત પ્રણીતમ (શ્રી.ભા. ૬.૩.૧૯).

અને તે ભગવત પ્રણીતમ ધર્મ શું છે? તે ભગવદ ગીતામાં કહેલું છે, આપણને ખબર છે, દરેકને. તેઓ અવતરિત થયા હતા, કૃષ્ણ અવતરિત થયા હતા. તેમનો હેતુ હતો ધર્મ-સંસ્થાપનાર્થાય, ધાર્મિક સિદ્ધાંતોની સ્થાપના કરવા માટે, કે પુનઃ સ્થાપના કરવા માટે. ધર્મસ્ય ગ્લાનીર ભવતી ભારત. યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર ભવતી ભારત (ભ.ગી. ૪.૭). તો કોઈક વાર ગ્લાની હોય છે, ધર્મના સિદ્ધાંતોના પાલનમાં ખામી હોય છે. તે સમયે, કૃષ્ણ અવતરિત થાય છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ (ભ.ગી. ૪.૮). યુગે યુગે સંભવામિ. તો આ ધર્મ, કૃષ્ણ આ તથાકથિત ધર્મોને પુનઃસ્થાપિત કરવા નહતા આવ્યા: હિંદુ ધર્મ, મુસ્લિમ ધર્મ, ખ્રીસ્તિ ધર્મ, બુદ્ધ ધર્મ. ના. શ્રીમદ ભાગવતમ પ્રમાણે, તે કહ્યું છે, ધર્મઃ પ્રોઝ્ઝિત કૈતવો (શ્રી.ભા ૧.૧.૨). જે ધર્મ એક પ્રકારનો કપટનો માર્ગ છે, તે પ્રકારનો ધર્મ પ્રોઝ્ઝિત છે. પ્રકૃષ્ટ-રૂપેણ ઉઝ્ઝિત, એટલે કે તેને બહાર કાઢવામાં આવેલો છે, લાત મારી કાઢી મૂકવામાં આવેલો છે. તો વાસ્તવિક ધર્મ છે ભાગવત ધર્મ, વાસ્તવિક ધર્મ. તેથી પ્રહલાદ મહારાજે કહ્યું, કૌમાર આચરેત પ્રજ્ઞો ધર્માન ભાગવતાન ઇહ (શ્રી.ભા. ૭.૬.૧). વાસ્તવિક ધર્મ મતલબ ભગવાન, આપણો ભગવાન સાથેનો સંબંધ, અને તે સંબંધના મુજબ કાર્ય કરવું જેથી આપણે જીવનના પરમ લક્ષ્યને પ્રાપ્ત કરીએ. તે ધર્મ છે.