GU/Prabhupada 0055 - કૃષ્ણને સ્પર્શ કરો શ્રવણ દ્વારા



Lecture on BG 2.18 -- Hyderabad, November 23, 1972

ચૈતન્ય મહાપ્રભુની ભવિષ્યવાણી: "આ પૃથ્વીતલ ઉપર જેટલા નગર અને ગ્રામ છે, બધી જગ્યાએ આ હરે કૃષ્ણ મંત્ર, કે ભગવાન ચૈતન્યનું નામ, પ્રસિદ્ધ થશે." તે થઇ રહ્યું છીએ. આ હરે કૃષ્ણ સંપ્રદાયને દુનિયા ભરમાં ફેલાવવા માટે ખુબજ સરસ તક છે. તે વ્યવહારિક છે. પણ દુર્ભાગ્યવશ, જોકે ચૈતન્ય મહાપ્રભુએ આ વસ્તુને દરેક ભારતીયને સોંપેલી છે... એમ નથી કે માત્ર બંગાળીઓ માટે, કારણ કે તેઓ બંગાળમાં અવતરિત થયા હતા. તેમણે ક્યારેય નથી કહ્યું કે બંગાળીઓ માટે. તેમણે કહ્યું, ભારત ભુમીતે મનુષ્ય જન્મ હઇલ યાર (ચૈ.ચ. ૯.૪૧). "આ ભારતવર્ષની પુણ્ય ભૂમિ ઉપર, જેણે પણ એક માનવના રૂપે જન્મ લીધો છે, તેણે પોતાનું જીવન સાર્થક કરવું જોઈએ." જન્મ સાર્થક કરી. સૌ પ્રથમ તમારું જીવન સાર્થક કર્યા વગર તમે પ્રચાર ના કરી શકો. જો હું અપૂર્ણ રહું તો, હું પ્રચાર ના કરી શકું. આપણે પૂર્ણ હોવા જોઈએ. તે બહુ અઘરું નથી. આપણી પાસે મહાન ઋષિઓ અને સંતો અને સ્વયં ભગવાન કૃષ્ણનું નિર્દેશન છે.

તો આપણું જીવન સાર્થક કરવું જરા પણ અઘરું નથી. આપણે બસ તેની અવગણના કરી રહ્યા છીએ. તે આપણું દુર્ભાગ્ય છે. મન્દા: સુમંદ મતયો મંદ ભાગ્યા: (શ્રી.ભા ૧.૧.૧૦). કારણકે આપણે મંદ છીએ, મંદ-મતઃ, આપણે કોઈ વ્યર્થ તર્કને પકડી લીધું છે, અને આપણો સમય વ્યર્થ કરી રહ્યા છીએ. આપણને શાસ્ત્ર પાસેથી વાસ્તવિક પથ લેવો જોઈએ. ત્યારે આપણે બુદ્ધિશાળી બનીશું. સુ-મેધસ: યજ્ઞૈર સંકીર્તન પ્રાયૈર યજંતી હી સુમેધસ: (શ્રી.ભા. ૧૧.૫.૩૨). ટૂંકો માર્ગ. બુદ્ધિશાળી માણસ આ સંકીર્તન આંદોલનને લેશે જીવનની આધ્યાત્મિક પ્રગતિ માટે. તે હકીકત છે, તે વૈજ્ઞાનિક છે, તે અધિકૃત છે. તો તેની અવગણના ન કરો. આ હરે કૃષ્ણનો જાપ તમે હૃદય અને આત્માથી લો, અને ક્યાં પણ... નિયમીતઃ સ્મરણે ન કાલ: કોઈ પણ નીતિ નિયમો નથી, કે, "તમારે આ સમયે કે તે સમયે જ જપ કરવો પડશે, આ સ્થાનમાં કે તે જ અવસ્થામાં." ના. કારણકે તે વિશેષ કરીને આ પતિત બદ્ધ જીવ માટે છે, કોઈ પણ સખત નિયમ નથી. નામનામ અકારી બહુધા નિજ સર્વશક્તિસ તત્રાર્પિત નિયમિત સ્મરણે ન કાલ: આ નામ, ભાગવાન કૃષ્ણનું પવિત્ર નામ, ભગવાન કૃષ્ણ જેટલુંજ શક્તિશાળી છે. કૃષ્ણ અને તેમના નામમાં કોઈ પણ અંતર નથી. કૃષ્ણ નિરપેક્ષ છે. તેથી કૃષ્ણના નામ, કૃષ્ણના રૂપમાં કોઈ પણ અંતર નથી, કૃષ્ણના ગુણ, કૃષ્ણના સેવકો, કૃષ્ણની લીલા, કૃષ્ણથી. બધું કૃષ્ણ જ છે. જો તમે કૃષ્ણ વિષે સાંભળશો, તો તમારે જાણવું જોઈએ કે તમે કૃષ્ણને શ્રવણ (શ્રાવ્ય સ્વીકૃતિ) ના માધ્યમથી સ્પર્શ કરો છો. જો તમે કૃષ્ણના વિગ્રહને જુઓ છો, તો તમે વ્યક્તિગત રૂપે કૃષ્ણને જુઓ છો. કારણ કે કૃષ્ણ નિરપેક્ષ છે. તેઓ તમારી સેવા કોઈ પણ રીતે સ્વીકારી શકે છે. કારણ કે તેઓ સર્વસ્વ છે. ઇશાવાસ્યમ ઈદમ સર્વમ (ઈશો ૧). તેમની શક્તિ. પરસ્ય બ્રહમણ: શક્તિસ તથેદમ અખિલમ જગત. બધુજ કૃષ્ણની શક્તિ છે. તો જો આપણે કૃષ્ણની શક્તિના સ્પર્શમાં છીએ, થોડાક જ્ઞાનથી, આપણે સાક્ષાત કૃષ્ણના સંપર્ક માં છીએ. આ વિધિ છે. જેમ તમે સતત કૃષ્ણના સંપર્કમાં રેહશો, તે કૃષ્ણ ભાવનામૃત છે. ત્યારે તમે શુદ્ધ બનશો. શુદ્ધ. જેમકે તમે એક લોખંડના સળિયાને અગ્નિમાં રાખશો, તો તે ગરમ બનશે, ગરમ, વધુ ગરમ, અને છેલ્લે તે લાલચોળ ગરમ બની જશે. જ્યારે તે લાલચોળ ગરમ બની જશે, ત્યારે તે લોખંડ નથી, તે અગ્નિ છે. તે હવે લોખંડનો સળિયો નથી. તેવી જ રીતે, જો તમે પોતાને હમેશા કૃષ્ણ ભાવનામૃતમાં રાખશો, તો તમે કૃષ્ણમય બની જશો. આ વિધિ છે. ત્યારે બધુજ શુદ્ધ બની જશે; ત્યારે તમારું આધ્યાત્મિક જીવન પ્રકટ થાય છે. ત્યારે તમારું જીવન સફળ છે.