GU/Prabhupada 0071 - ભગવાનના અવિચારી અને વ્યર્થ પુત્રો

Revision as of 21:44, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Room Conversation With French Commander -- August 3, 1976, New Mayapur (French farm)

આપણે બધા ભગવાનના અવિચારી અને વ્યર્થ પુત્રો છીએ. આપણે ભગવાનના પુત્રો છીએ, તેમાં કોઈ શક નથી, પણ વર્તમાન સમયમાં આપણે અવિચારી અને વ્યર્થ છીએ. આપણે આપણું કીમતી જીવન વ્યર્થ કરીએ છીએ, આપણે એટલા બધા અવિચારી છીએ. તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન તેમની આ વિચારહીનતા રોકવા માટે છે અને તેમને જવાબદાર બનાવીને પાછા ભગવદધામ લઈ જવા માટે. આ છે કૃષ્ણ ભાવનામૃત. પણ લોકો એટલા બધા અવિચારી છે, જેવુ તમે ભગવાન વિષે કઈ પણ કહો, તરતજ તેઓ હસશે અને કહેશે, "ઓહ, આ અર્થહીન શું છે, ભગવાન." આ તેમની પરમ મૂર્ખતા છે. ભારત ભગવાન વિષે ખુબજ ગંભીર હતો. હજી પણ, ભારત ગંભીર છે. પણ, આજના નેતાઓ, તેઓ એમ વિચારી રહ્યા છે કે ભારતીય લોકો બગડી ગયા છે, માત્ર ભગવાન વિષે વિચારીને - તેઓ અમેરિકનો અને યુરોપીયનોની જેમ આર્થિક વૃદ્ધિ વિષે વિચારી નથી રહ્યા.

તો આ સ્થિતિ છે, અને તે ખુબજ મુશ્કેલ છે, પણ છતાં આપણે આ માનવતા માટે કઈ કરી શકીએ છીએ, આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો પ્રચાર કરીને. અને જે ભાગ્યશાળી છે, તે આવશે, અને ગંભીરતાથી તેને અપનાવશે. આ અવિચારી અને ઉડાઉ પુત્રો, આપણી પાસે ઘણા બધા ઉદાહરણો છે. ઉદાહરણ તરીકે, જેમ કે પેટ્રોલનો થોડો સંગ્રહ છે અને તેમની પાસે માહિતી છે કે તેઓ પેટ્રોલથી ગાડી ચલાવી શકે છે, ઘોડા વગર. તો, લાખો ગાડીયોનું નિર્માણ કરો અને સમગ્ર તેલને બરબાદ કરી દો. આ છે વિચારહીનતા. અને જ્યારે તે સમાપ્ત થઈ જશે, ત્યારે તેઓ રડશે. તે એક દિવસ સમાપ્ત થઈ જ જશે. આ ચાલી રહ્યું છે. વિચારહીનતા. જેમ કે એક અવિચારી પુત્ર, પિતાએ થોડી સંપત્તિ છોડી દીધી છે, વાપર, વાપર. જેટલું વહેલું તે તમને મળશે, તેટલું વહેલું તે પૂરું થઇ જશે, બસ. આ છે વિચારહીનતા. શરીરમાં થોડી શક્તિ છે, અને જેવુ તેને મૈથુન જીવનનો થોડો સ્વાદ મળે છે, "ઓહ, ખર્ચ કર, ખર્ચ કર," સમસ્ત શક્તિ ખર્ચ કરી દે છે. ત્યારે મગજ ખાલી થઈ જાય છે. બારમાં વર્ષથી, ત્રીસમાં વર્ષ સુધી, બધું પૂરું થઈ જાય છે. પછી તે કમજોર અને ક્ષીણ બની જાય છે. અમારા બાળપણમાં - અમારા બાળપણમાં, એટલે કે, આજથી એશી કે સો વર્ષ પેહલા - કોઈ મોટોરકાર ન હતી. અને હવે, જ્યાં પણ તમે જાઓ, કોઈ પણ દેશમાં, તમને હજારો અને લાખો ગાડીઓ મળશે. આ છે વિચારહીનતા. સો વર્ષ પેહલા તે મોટોરકાર વગર પણ ચલાવતા હતા, અને હવે તેઓ કાર વગર રહી નથી શકતા. આ રીતે, વ્યર્થમાં, તે શારીરિક કે ભૌતિક જરૂરીયાતો ને વધારે છે. આ છે વિચારહીનતા. અને જે નેતાઓ, તેમને આ વિચારહીનતા માટે પ્રોત્સાહન આપે છે, તે સારા નેતાઓ છે. અને જે કહેશે, "આ બકવાસ બંધ કરો, કૃષ્ણ ભાવનામૃતમાં આવો," કોઈ પણ દરકાર નહીં કરે. અંધા યાથાન્ધીર ઉપનિયમાનાસ તે અપીશ તંત્ર્યમ ઉરુદામ્ની બદ્ધ: (શ્રી.ભા. ૭.૫.૩૧). આને કેહવાય છે આંધળો નેતા આંધળા અનુયયીયોનું નેતૃત્વ કરે છે. તેમને ખબર નથી કે બંને લોકો પ્રકૃતિના કઠીન અને કઠોર નિયમોથી બદ્ધ છે. (તોડ)...

કેવી રીતે પ્રકૃતિના નિયમો કાર્ય કરી રહ્યા છે. તેઓ પૂર્ણ રીતે અજ્ઞાનમાં છે. તેમને ખબર નથી. આ છે આધુનિક સભ્યતા. પ્રકૃતિના નિયમ તેની પોતાના રીતે કાર્ય કરશે જ. તમે તેની દરકાર કરો કે ના કરો, તે તમારું કામ છે, પણ પ્રકૃતિના નિયમો કાર્ય કરશે. પ્રકૃતે: ક્રીયામાણાની ગુનૈ: કર્માણી સર્વશ: (ભ.ગી. ૩.૨૭). પણ આ ધૂર્તો, તેમને ખબર નથી કે પ્રકૃતિના નિયમો કેવી રીતે કાર્ય કરે છે. તે અકુદરતી ભાવથી પ્રયાસ કરી રહ્યા છે, મૂર્ખતાથી, પ્રકૃતિના નિયમોને લાંઘવાનો. આ વિજ્ઞાન છે, ધૂર્તોનું વિજ્ઞાન, જે અશક્ય છે, પણ છતાં તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. આને કેહવાય છે ધૂર્તતા. મૂર્ખતા. શું વૈજ્ઞાનિકો એમ નથી કેહતા કે? "અમે પાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે." ધૂર્ત, તું ક્યારેય નહીં કરી શકે. પણ આ ધૂર્તતા ચાલી રહી છે. અને તેઓ તાલી વગાડે છે, "ઓહ, બહુ સારું, બહુ સારું, બહુ સારું." "ઓહ, તમે ચંદ્ર ગ્રહ ઉપર જાઓ છો." પણ બધા પ્રયાસો પછી, દ્રાક્ષ ખાટી છે: "તે નકામું છે." બસ. તમને ખબર છે, તે કથા? શિયાળની? તેણે દ્રાક્ષને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો, કૂદીને, કૂદીને, કૂદીને. જ્યારે તે નિષ્ફળ થયું, ત્યારે તેણે કહ્યું, "ઓહ, તે નકામું છે. તે ખાટી છે, તે કોઈ કામની નથી." (હાસ્ય) તો તેઓ તેવું કરી રહ્યા છે. શિયાળો કૂદી રહ્યા છે, બસ તેટલું જ. અને આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે આ ધૂર્તો વ્યર્થ રીતે કૂદી રહ્યા છે. (હાસ્ય) તો આપણે લોકોને ચેતવણી આપી રહ્યા છે, કે આ મૂર્ખ શિયાળોનું અનુકરણ ન કરો. ડાહ્યા બનો અને કૃષ્ણ ભાવનાભાવિત થાઓ. તે તમારા જીવનને સફળ બનાવશે.