GU/Prabhupada 0089 - કૃષ્ણની જ્યોતિ બધાનો સ્ત્રોત છે
Lecture on BG 4.24 -- August 4, 1976, New Mayapur (French farm)
ફ્રેન્ચ ભક્ત: તેનો અર્થ શું છે જયારે કૃષ્ણ કહે “હુ તેમનામાં નથી”?
પ્રભુપાદ: હું? "હુ તેમનામાં નથી " કારણ કે તમે ત્યાં ન જોઈ શકો. કૃષ્ણ ત્યાં જ છે, પણ તમે નથી જોઈ શકતા. તમે તેટલા ઉન્નત નથી. જેમ કે એક અન્ય ઉદાહરણ. અહીંયા, સૂર્યપ્રકાશ અહીંયા છે. બધા અનુભવ કરે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે સૂર્ય અહીં છે. તે સ્પષ્ટ છે? સૂર્ય અહીં છે તેનો અર્થ… સૂર્યપ્રકાશ અહીંયા છે એટલે સૂર્ય અહીંયા છે. પણ છતાં, કારણકે તમે સૂર્યપ્રકાશમાં છો, પરંતુ તમે એમ ન કહી શકો કે "હવે મેં સૂર્યને કબજે કર્યો છે." સૂર્યપ્રકાશ સૂર્યમાં હાજર છે પરંતુ સૂર્ય સૂર્યપ્રકાશમાં હાજર નથી. સૂર્ય વિના સૂર્યપ્રકાશનુ અસ્તિત્વ નથી. તેનો અર્થ એ નથી કે સૂર્યપ્રકાશ જ સૂર્ય છે. તે જ સમયે, તમે કહી શકો કે સૂર્યપ્રકાશ સૂર્ય છે.
આ છે અચિનત્ય ભેદાભેદ, એકસાથે એક અને વિવિધ. સૂર્યપ્રકાશમાં તમને સૂર્યની હાજરી લાગે, પરંતુ જો તમે સૂર્ય જગતમાં પ્રવેશ કરવા માટે સમર્થ છો, તો તમે સૂર્યદેવને પણ મળી શકો છો. ખરેખર, સૂર્યપ્રકાશનો અર્થ તે વ્યક્તિના શરીરના કિરણો જે સૂર્યજગતમાં વસવાટ કરે છે.
તે બ્રહ્મ-સંહિતામાં સમજાવેલું છે, યસ્ય પ્રભા પ્રભવતો જગદંડ-કોટી (બ્ર.સં. ૫.૪૦). કૃષ્ણના કારણે... તમે જોયું છે કે કૃષ્ણના કિરણો આવતા હોય છે. તે તમામ વસ્તુઓનું સ્ત્રોત છે તે પ્રકાશનુ વિસ્તરણ બ્રહ્મજ્યોતિ છે, અને તે બ્રહ્મજ્યોતિમાં, અસંખ્ય આધ્યાત્મિક ગ્રહો, ભૌતિક ગ્રહો, નો જન્મ થાય છે. અને દરેક ગ્રહમાં, અલગ-અલગ પ્રકારની પ્રસ્તુતિ છે. વાસ્તવમાં, મૂળ છે કૃષ્ણના શરીરના કિરણો, અને શરીરની કિરણોનુ મૂળ કૃષ્ણ છે.