GU/Prabhupada 0090 - વ્યવસ્થિત સંચાલન - નહિતો ઇસ્કોન કેવી રીતે ચાલશે



Morning Walk -- December 5, 1973, Los Angeles

પ્રભુપાદ: બધા કૃષ્ણના કુટુંબમાંથી જ છે પરંતુ આપણે તે જોવાનું છે કે તે કૃષ્ણ માટે શું કરે છે. જેવી રીતે દરેક વ્યક્તિ રાજ્યનો નાગરિક છે. શા માટે માણસને ઊંચું પદ અને મોટું નામ આપવામાં આવે છે? કેમ? કારણ કે તે ઓળખાયો છે.

સુદામા: સાચું.

પ્રભુપાદ: તેથી દરેકે સેવા આપવી જ જોઈએ. માત્ર એવું અનુભવવું “હું કૃષ્ણના કુટુંબમાંથી છું," અને કૃષ્ણ માટે કશું ના કરૂ ,એવું નહીં...

સુદામા: એ સારું નથી.

પ્રભુપાદ: એ સારું નથી. એનો મતલબ તે.. તરત જ તે ફરીથી કૃષ્ણને ભૂલી જશે. તે ફરીથી ભૂલી જશે.

સુદામા: હકીકતમાં ,બીજા તત્વો એટલા શક્તિશાળી છે. આ માણસો અહિયાં, કારણકે, તેઓ કૃષ્ણના કુટુંબનો ભાગ હોવા છતાં પણ, પરંતુ કારણ કે તેઓ ભૂલી ગયા છે, પછી આપણી ઉપર તેમની ભુલામણીની અસર થાય છે.

પ્રભુપાદ: હા. ભૂલવું મતલબ માયા.

સુદામા: હા.

પ્રભુપાદ: માયા કઈ નથી. તે ભુલામણી છે. એટલું જ. તેનું કઈ અસ્તિત્વ નથી. ભુલામણી, તે રહેશે નહીં. પરંતુ જ્યાં સુધી તે ત્યાં છે, તે ખુબજ કષ્ટદાયક છે.

સુદામા: મને કેટલાક ભક્તો દ્વારા પ્રશ્ન પૂછાયો હતો કે ક્યારેક તેઓ આનંદ અનુભવતા નથી. તેથી જો તેઓ ખુશ ના હોય તો પણ, માનસિક રીતે, તેમણે કૃષ્ણ ભાવનામૃત ચાલુ રાખવું જોઈએ. મેં તેમને કહ્યું, જો કોઈ ખુશ ના હોય તો પણ...

પ્રભુપાદ: પરંતુ તમારે ઉદાહરણ દેખાડવું જોઈએ. પરંતુ જો તમે ઉદાહરણ બીજી રીતે બતાવો, તેઓ કેવી રીતે તમને અનુસરશે? સલાહ કરતા ઉદાહરણ ઉત્તમ છે. શા માટે તમે બહાર રહો છો?

સુદામા: સારું, હું....

પ્રભુપાદ: (તોડ)... છેલી વખતે મારુ આરોગ્ય એટલું બધી બગડયું, કે મારે આ જગ્યા છોડવી પડી. એનો મતલબ એવો નથી કે હું સમાજ છોડી દઈશ. હું ભારત ગયો અને બીમારીમાંથી મુક્ત થયો. અથવા લંડન ગયો. તે બરાબર છે. તેથી આરોગ્ય શક્ય છે કે ક્યારેક... પરંતુ એનો મતલબ એવો નથી કે આપણે સમાજ છોડી દેવો જોઈએ. જો મારું આરોગ્ય અહીં અનુકુળ ના હોય, હું જઈશ... મારી પાસે સો કેન્દ્રો છે. અને તમે તમારું આરોગ્ય સારું કરવા માટે આ બ્રહ્માંડની બહાર નહીં જાવ. તમારે બ્રહ્માંડની અંદર જ રહેવું પડશે. તો પછી શા માટે તમે સમાજ છોડીને જાઓ? (તોડ)... શ્રી નરોત્તમ દાસ ઠાકુર. આપણે ભક્તો સાથે જ રહેવું જોઈએ. શા માટે મેં મારું કુટુંબ છોડ્યું? કારણ કે તેઓ ભક્તો નહોતા. એટલા માટે હું આવ્યો.... નહીંતો, વૃદ્ધાવસ્થામાં મારે આરામદાયક રહેવું જોઈએ. ના. આપણે અભકતો સાથે ન રહેવું જોઈએ, કુટુંબનો માણસ હોય કે બીજું કોઈ હોય. જેમ કે મહારાજ વિભીષણ, કારણકે તેનો ભાઈ ભક્ત ન હતો, તેણે તેને છોડી દીધો. તેને છોડી દીધો. તે રામચંદ્ર પાસે આવ્યા. વિભીષણ. તે તમે જાણો છો?

સુદામા: હા.

હ્ર્દયાનંદ: પ્રભુપાદ, એવું કહેવાય છે કે સન્યાસીએ એકલા રહેવું જોઈએ, એનો મતલબ, માત્ર ભક્તો સાથે.

પ્રભુપાદ: કોણ...! એવું ક્યાં કહ્યું છે કે સન્યાસીએ એકલા રહેવું જોઈએ?

હ્ર્દયાનંદ :મારો મતલબ, ક્યારેક તમારી પુસ્તકોમાં.

પ્રભુપાદ: હે?

હ્ર્દયાનંદ: ક્યારેક તમારી પુસ્તકોમાં. એનો મતલબ ભક્તો સાથે?

પ્રભુપાદ: સામાન્ય રીતે, સન્યાસી એકલા રહી શકે છે. પરંતુ સન્યાસીનું કાર્ય ઉપદેશ આપવાનું છે.

સુદામા: તે હું ક્યારેય બંધ કરવા ઈચ્છતો નથી.

પ્રભુપાદ: હે?

સુદામા: હું ક્યારેય પ્રચાર રોકવા ઈચ્છતો નથી.

પ્રભુપાદ: પ્રચાર, તમે પ્રચાર બનાવી ના શકો. તમારે ગુરૂએ આપેલા સિદ્ધાંતો પ્રમાણે જ પ્રચાર કરવો જોઈએ. તમે તમારો પોતાનો પ્રચારમાર્ગ ના બનાવી શકો. તે જરૂરી છે. કોઈક આગેવાન હોવો જ જોઈએ. આગેવાની હેઠળ. યસ્ય પ્રસાદાદ ભગવત... શા માટે એવું કહેવાય છે? બધે જ, ઓફિસમાં, ત્યાં કોઈ ઉપરી સાહેબ હોય છે. તેથી તમારે તેમને ખુશ કરવા પડે છે. તે સેવા છે. ધારો કે ઓફિસમાં, વિભાગમાં ત્યાં ઓફીસ અધિકારી છે. અને જો તમે તમારી રીતે કરો, ”હા, હું મારું કાર્ય કરું છું,” અને ઓફીસ અધિકારી ખુશ નથી, તમને લાગે છે કે તે પ્રકારની સેવા સારી છે? તેવી જ રીતે, આપણે ધરાવીએ છીએ, બધે જ આપણે સાહેબ ધરાવીએ છીએ. તેથી આપણે કામ કરવું જ પડશે. તે રૂઢિગત છે. જો બધા પોતાની રીતે જીવનનો રસ્તો બનાવે, શોધશે, તો પછી ત્યાં ગૂંચવાડો જ થશે.

સુદામા: હા, તે સાચું છે.

પ્રભુપાદ: હા. હવે આપણે દુનિયાની સંસ્થા છીએ. આધ્યાત્મિક બાજુ છે, અને ભૌતિક બાજુ પણ છે. તે ભૌતિક બાજુ નથી. તે પણ આધ્યાત્મિક બાજુ છે, મતલબ સંતુલિત સંચાલન. નહીંતો તે કેવી રીતે થશે? જેવી રીતે ગૌરસુંદરે ઘર વેચ્યું, અને ત્યાં પૈસાની ખેંચ નથી. આ શું છે? તેણે કોઈને પૂછ્યું નહીં. તેણે ઘર વેચ્યું, અને પૈસા ક્યાં છે, ત્યાં કોઈ ખેંચ નથી.