GU/Prabhupada 0104 - જન્મ અને મૃત્યુના ચક્રને રોકો

Revision as of 21:49, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 9.1 -- Melbourne, April 19, 1976

પુષ્ટ કૃષ્ણ: પ્રાણીનો જીવાત્મા માનવ સ્વરૂપમાં કઈ રીતે પ્રવેશ કરે છે?

પ્રભુપાદ: જેમ કે ચોર જેલમાં. તે કેવી રીતે મુક્તિ પામે છે? જયારે જેલમાં સહન કરવાની તેની મુદ્દત પૂરી થાય, પછી તે ફરીથી મુક્ત માણસ છે. અને જો ફરીથી તે ગુનેગાર થાય, તેને જેલમાં કેદ કરવામાં આવે છે. તેથી મનુષ્ય જીવન તે સમજવા માટે છે, જેમ હું સમજાવી રહ્યો છું, મારા જીવનની શું સમસ્યા છે. હું મરવા માંગતો નથી; મને મૃત્યુ આપવામાં આવ્યું છે. હું વૃદ્ધ માણસ થવા ઈચ્છતો નથી; મને વૃદ્ધ માણસ થવા માટે મજબુર કરવામાં આવ્યો છે. જન્મ મૃત્યુ જરા વ્યાધી દુખ દોષાનુદર્શનમ (ભ.ગી. ૧૩.૯). તેથી તે.... જેમ કે તે જ ઉદાહરણ, એક ચોર. જયારે તે મુક્ત થાય છે, જો તે વિચારે, સમજે, કે “શા માટે મને આ કારાવાસની છ મહિનાઓની દયનીય સ્થિતિમાં રાખવામાં આવ્યો હતો? તે ખુબ ચિંતાજનક હતું,” પછી તે ખરેખર માનવ બને છે. તો તેવીજ રીતે, માનવ પાસે વિચાર-વિમર્શની આગવી શક્તિ છે. જો તે વિચારે કે "શા માટે મને આ દયનીય સ્થિતિમાં મુકવામાં આવ્યો છે?" દરેકે કબુલ કરવું જોઈએ કે તે દયનીય સ્થિતિમાં છે. તે સુખી થવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કોઈ સુખ નથી. તો તે સુખ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? તે તક માનવમાં છે. પરંતુ જો આપણે મેળવીએ, ભૌતિક પ્રકૃતિની કૃપાથી, માનવ તરીકે અને આપણે તેનો યોગ્ય ઉપયોગ નહીં કરીએ,જો બિલાડાઓ અને કુતરાઓ અથવા બીજા પ્રાણીઓ તરીકે આ આશિષનો આપણે દુરુપયોગ કરીએ, તો આપણે ફરીથી પ્રાણી સ્વરૂપ સ્વીકારવું પડે, અને જયારે મુદ્દત પૂરી થાય છે.. તેને ખૂબ ખૂબ લાંબો સમયગાળો લાગે છે કારણકે ત્યાં ઉત્ક્રાંતિની પ્રક્રિયા છે. ફરીથી તમે માનવ સ્વરૂપના જીવનમાં આવશો, જયારે મુદ્દત પૂરી થાય છે.

બિલકુલ એજ દાખલો: એક ચોર, જયારે તેણે તેની સજાની મુદ્દત પૂરી કરી છે, તે ફરીથી મુક્ત માણસ છે. પરંતુ જો ફરીથી તે ગુનાગીરી આચરે; ફરીથી તે જેલમાં જાય છે. તેથી જન્મ અને મૃત્યુનું ચક્ર છે. જો આપણે માનવ સ્વરૂપના જીવનનો સદુપયોગ કરીએ, પછી આપણે જન્મ અને મૃત્યુનું ચક્ર સમાપ્ત કરીએ છે. અને જો આપણે માનવ સ્વરૂપ જીવનો સદુઉપયોગ નહીં કરીએ, ફરીથી આપણે જન્મ અને મૃત્યુના ચક્રમાં જઈએ છીએ.