GU/Prabhupada 0251 - ગોપીઓ કૃષ્ણની શાશ્વત સંગિનીઓ છે

Revision as of 22:14, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.6 -- London, August 6, 1973

તો આપણી ભગવદ ગીતાની સંપૂર્ણ શિક્ષા છે કે: તમારે પોતાના માટે કાર્ય ના કરવું જોઈએ, તમારે ફક્ત કૃષ્ણ માટે કાર્ય કરવું જોઈએ. તો કૃષ્ણ માટે લડવું પણ, કે કૃષ્ણ માટે કોઈ નીચું કાર્ય કરવું પણ... જેમ કે ગોપીઓ, ગોપીઓ કૃષ્ણ દ્વારા આકર્ષિત હતી. કૃષ્ણ એક નાના બાળક હતા, ખૂબજ સુંદર, અને ગોપીઓ યુવાન છોકરીઓ હતી. તે બાહ્ય છે... વાસ્તવમાં ગોપીઓ કૃષ્ણની શાશ્વત સંગીનીઓ છે. આનંદ-ચિન્મય-રસ-પ્રતીભાવિતાભી (બ્ર.સં. ૫.૩૭). તેઓ કૃષ્ણની, કૃષ્ણની આહ્લાદિની શક્તિના વિસ્તાર છે. તેઓ કૃષ્ણના આનંદ માટે છે. તેઓ સામાન્ય સ્ત્રીઓ નથી. પણ બાહ્ય રીતે, માત્ર આપણને સમજાવવા માટે કે કેવી રીતે બધું જ દાવ ઉપર રાખીને કૃષ્ણને પ્રેમ કરવો... તેથી ગોપીઓ, જ્યારે તેઓ કૃષ્ણ દ્વારા મધ્યરાત્રિએ આકર્ષિત થતી... કૃષ્ણ વાંસળી વગાડતા હતા, અને તેઓ આકર્ષિત થતા અને ઘર છોડી દેતા. કેટલાકને ઘરે બંધ કરી દેવામાં આવતા. તેઓ તેમના પ્રાણ ત્યાગી દેતા. તેઓ એટલા બધા આકર્ષિત હતા. હવે આ પ્રકારનું આચરણ, જો યુવાન કન્યાઓ... વૈદિક સભ્યતાના અનુસાર, તેઓ પોતાના પિતા, કે પતિ કે ભ્રાતાના સંરક્ષણની બહાર ના જઈ શકે. ના, તેઓ ના જઈ શકે. વિશેષ કરીને મધ્ય રાત્રે. તો તે વૈદિક સિદ્ધાંતના વિરોધમાં હતું. તે એક પ્રકારની વેશ્યાવૃત્તિ કહેવાય. પણ કારણકે તે કૃષ્ણ માટે થયું હતું, ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ, તેઓ શિખામણ આપે છે, રમ્યા-કાચીદ ઉપાસના વ્રજ-વધુ વર્ગેણ વા કલ્પિતા: "વ્રજની ગોપીઓ દ્વારા કરવામાં આવેલી આરાધનાની પદ્ધતિ કરતા બીજી કોઈ પણ શ્રેષ્ઠ પ્રકારની પદ્ધતિ નથી. વ્રજ-વધુ. સૌથી નીચ. એક જુવાન છોકરીએ તેના પતિ, પિતાના સંરક્ષણને છોડીને બીજા જુવાન છોકરા પાસે જવું, વૈદિક સભ્યતાના અનુસાર, તે સૌથી નીચું કાર્ય છે. પણ છતાં, કારણકે કેન્દ્રબિંદુ કૃષ્ણ હતા, તેથી તેને સૌથી શ્રેષ્ઠ પ્રકારની આરાધનાના રૂપે સ્વીકાર કરવામાં આવેલું છે. તે કૃષ્ણ ભાવનામૃત છે. આપણે શીખવું જોઈએ કેવી રીતે માત્ર કૃષ્ણ માટે જ કાર્ય કરવું, કેવી રીતે માત્ર કૃષ્ણને જ પ્રેમ કરવો. ત્યારે આપણું જીવન સફળ છે. અને માનવ જીવન... કારણકે આપણે પણ વૈકુંઠથી નીચે આવેલા છે અમુક કરોડો અને કરોડો વર્ષો પેહલા. અનાદિ કર્મ ફલે. અનાદિ એટલે કે સૃષ્ટિના પૂર્વે. આપણે જીવો, આપણે શાશ્વત છીએ. જ્યારે કરોડો અને અરબો વર્ષો પછી સૃષ્ટિનો સંહાર થાય છે ત્યારે પણ, જીવોનો નાશ નથી થાતો. ન હન્યતે હન્યમાને શરીરે (ભ.ગી. ૨.૨૦). જીવો રહે છે. તો જ્યારે આ સમસ્ત ભૌતિક પ્રાકટ્યનો સંહાર થશે, ત્યારે જીવો વિષ્ણુના દેહમાં સ્થિત રહે છે. ત્યારે ફરી પાછી સૃષ્ટિ થશે, તેઓ બહાર આવશે તેમની ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે. સાચી ઈચ્છા છે કેવી રીતે પાછુ ભગવદ ધામ જવું.

તો આ તક આપવામાં આવેલી છે. તો જો આ તકનો દુરોપયોગ થશે, આ જીવન, આ મનુષ્ય જીવનનો, તે ખૂબ, ખૂબજ જોખમથી ભરેલું છે. ફરીથી આપણે આ જન્મ અને મૃત્યુના ચક્રને સ્વીકારવું પડશે. અને તે જ નહીં, જો આપણે આ મનુષ્ય જીવનના લક્ષ્યને પૂરું નહીં કરીએ, ત્યારે ફરીથી આખી સૃષ્ટિનો સંહાર થશે અને ફરીથી આપણને વિષ્ણુના દેહમાં લાખો અને કરોડો વર્ષો માટે રેહવું પડશે. અને આપણે ફરીથી આવવું પડશે. તો તેથી તેને કેહવાય છે અનાદિ કર્મ ફલે. અનાદિ એટલે કે "સૃષ્ટિની પેહલા." આ ચાલી રહ્યું છે. અને આ મૂર્ખ જીવોને શીખવાડવા માટે, કૃષ્ણ પોતે આવે છે. કૃષ્ણ ખૂબજ આતુર છે આપણને ફરી પાછા ભગવદ ધામ લઈ જેવા માટે. કારણ કે આપણે બધા કૃષ્ણના અંશ માત્ર છીએ. જો તમારો પુત્ર શેરીમાં રખડે છે, શું તમે ચિંતિત નહીં થાઓ, "ઓહ, કોઈ દુર્ઘટના થઇ શકે છે, અને બિચારો છોકરો મરી જશે." તો તમે જાઓ, શોધવાનો પ્રયાસ કરો. તેવી જ રીતે, કૃષ્ણની સ્થિતિ એવી છે. આપણે આ ભૌતિક જગતમાં છીએ, જન્મ જન્માંતરથી માત્ર કષ્ટ ભોગવીએ છીએ. દુ:ખાલયમ અશાશ્વતમ (ભ.ગી. ૮.૧૫). આ જગ્યા દુ:ખમય છે. પણ માયાના પ્રભાવથી આપણે આ દુઃખમય અવસ્થાને સુખના રૂપે લઈએ છીએ. તેને માયા કેહવાય છે. પણ.. આ ભૌતિક જગતમાં કઈ પણ સુખ નથી. બધું દુઃખમય છે. જેટલા જલ્દીથી આપણે સમજીશું કે આ ભૌતિક જગતમાં બધું દુઃખમય છે અને જેટલા જલ્દીથી આપણે તૈયારી કરીશું આ ભૌતિક જગતને છોડીને ફરી પાછા ભગવદ ધામ જવાની..., તે આપણી સદબુદ્ધિ છે. નહિતો, આપણે જે પણ કરીએ છીએ, આપણે માત્ર હારીએ છીએ. કારણકે આપણે લક્ષ્યને ભૂલી જઈએ છીએ. ન તે વિદુ: સ્વાર્થ ગતિમ હી વિષ્ણુમ (શ્રી.ભા. ૭.૫.૩૧). દુરાશયા. આપણે આશા કરીએ છીએ, આશાની વિરુદ્ધમાં આશા કરીએ છીએ, જે ક્યારે પણ પૂરું નહીં થાય - આપણે ભગવદ ભાવના વગર અહી વસ્તુઓને ઠીક કરવાનો પ્રયાસ કરીએ છીએ સુખી રેહવા માટે. તે ક્યારેય પણ... ન તે વિદુ: સ્વાર્થ ગતિમ હી વિષ્ણુમ દુરાશયા. દુરાશયા, મતલબ "જે આશા ક્યારેય પણ પૂરી નહીં થાય."