GU/Prabhupada 0312 - મનુષ્ય બુદ્ધિસંપન્ન પશુ છે
Morning Walk -- April 1, 1975, Mayapur
પ્રભુપાદ: હવે, ઓછામાં ઓછું મારા માટે, આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન હવે વ્યવહારિક્તાથી ભિન્ન નથી. તે વ્યવહારિક છે. હું બધા પ્રકારની સમસ્યાઓને ઉકેલી શકું છું.
પુષ્ટ કૃષ્ણ: પણ લોકોને કોઈ પ્રકારની તપસ્યા સ્વીકાર નથી કરવી.
પ્રભુપાદ: હમ્મ?
પુષ્ટ કૃષ્ણ: પણ લોકોને કોઈ પ્રકારની તપસ્યા સ્વીકાર નહીં કરે.
પ્રભુપાદ: તો તેમને રોગથી પીડાવું પડશે. જો તમને કોઈ રોગ છે, ત્યારે તમારે સ્વીકાર કરવો પડે... આ તપસ્યા શું છે? તપસ્યા ક્યાં છે?
પુષ્ટ કૃષ્ણ: જો તેઓ દવાનો સ્વીકાર નહીં કરે, તો તેઓ ઠીક ના થઈ શકે.
પ્રભુપાદ: ત્યારે તેમણે કષ્ટ ભોગવવું જ પડે. એક વ્યક્તિ, રોગી, અને તેને દવા નથી લેવી, ત્યારે ક્યાં છે...? તેણે કષ્ટ ભોગવવું જ પડશે. નિવારણ ક્યાં છે?
પંચદ્રવિડ: તેઓ કહે છે કે આપણે લોકો રોગી છીએ.
પ્રભુપાદ: એહ?
પંચદ્રવિડ: તેઓ કહે છે કે આપણે લોકો રોગી છીએ. તેઓ કહે છે, આપણે દરેક, આપણે રોગી છીએ, તેઓ નહીં.
પ્રભુપાદ: હા. એક બહેરો વ્યક્તિ વિચારે છે કે બીજા બધા બહેરા છે. (હાસ્ય) તેનો અર્થ છે કે તેઓ મનુષ્ય પણ નથી. પશુઓ છે. તેઓ તે નિષ્કર્ષ પર નથી આવતા,કે "ભલે આપણે રોગી હોઈએ કે તમે રોગી હોવ. ચાલો બેસીએ. વાત કરીએ." તે પણ, તેઓ તૈયાર નથી. તો? આપણે પશુઓ સાથે શું કરી શકીએ?
પંચદ્રવિડ: તે લોકો કહે છે કે આપણે જૂના વિચારના છીએ. તે લોકો આપણને ત્રાસ આપવા નથી માંગતા.
પ્રભુપાદ: ત્યારે તમે મુશ્કેલીઓથી કેમ ત્રાસી જાઓ છો? તમે કેમ સમાજની મુશ્કેલીઓથી ત્રાસી જાઓ છો? તમે ત્રાસ અનુભવ કરો, પણ તમે તેનો ઉકેલ નથી કાઢી શકતા. આખી દુનિયામાં, સમાચારપત્ર ભરેલું છે, ફક્ત કાંપી રહ્યું છે.
વિષ્ણુજન: શ્રીલ પ્રભુપાદ, શું તમે તેમને સમજદાર બનાવી શકો છો? જો તે લોકો અણસમજુ છે, તો કોઈ માર્ગ છે જેનાથી તે...
પ્રભુપાદ: તેઓ સમજદાર છે. મનુષ્ય, દરેક માનવ, સમજદાર છે. એમ કહેવાય છે, "મનુષ્ય સમજશક્તિવાળો પ્રાણી છે." તો જ્યારે તે સમજશક્તિપણું નથી, તેનો અર્થ છે કે તે હજી પણ પશુ જ છે.
પંચદ્રવિડ: હવે, પશુઓ સાથે શું થઇ શકે?
પ્રભુપાદ: તે... તે ખૂબજ સરળ સત્ય છે. કે હું આ શરીર છું. હું સુખની ઈચ્છા કરું છું. તો હું કેમ સુખની ઈચ્છા કરું છું?.. જો તમે માત્ર આ બિંદુ ઉપર ચર્ચા કરશો, ત્યારે તમને મળશે કે મનુષ્ય સમજદાર છે. હું કેમ સુખની ઈચ્છા કરું છું? ઉત્તર શું છે? તે હકીકત છે. બધા લોકો સુખની ખોજમાં છે. આપણે કેમ સુખની ઈચ્છા કરીએ છીએ? તેનો જવાબ શું છે?
પંચદ્રવિડ: કારણકે બધા લોકો દુઃખી છે, અને તેમને સારું નથી લાગતું.
પ્રભુપાદ: તે વિરોધી વિધિ છે, સમજાવવા માટે.
કીર્તનાનંદ: કારણકે સ્વભાવથી હું સુખી છું.
પ્રભુપાદ: હા. સ્વભાવથી હું સુખી છું. અને કોણ સુખી છે, આ શરીર કે આ આત્મા?
પુષ્ટ કૃષ્ણ: ના, આત્મા.
પ્રભુપાદ: કોને સુખ જોઈએ છે? મારે આ શરીરનું રક્ષણ કરવું છે - કેમ? કારણકે હું આ શરીરમાં છું. અને જો હું શરીરથી બહાર જતો રહું, તો આ શરીર માટે કોણ સુખની ઈચ્છા કરે છે? આ સામાન્ય કારણ, તેમને કોઈ પણ સામાન્ય બુદ્ધિ નથી. કેમ હું સુખની ઈચ્છા કરું છું? હું આ શરીરને ઢાંકું છું જેથી આ શરીર ઠંડક દ્વારા પ્રભાવિત ન થાય. તો પછી હું કેમ આ શરીરની ઠંડક અને ગરમીથી સુખની ઈચ્છા કરું છું? કારણકે હું અંદર છું... જો હું શરીરથી બહાર જતો રહું, ત્યારે સુખની ઈચ્છા કરવી બંધ થઈ જાય છે. ભલે તમે તેને શેરી ઉપર ફેંકી દો કે તીવ્ર ઠંડીમાં કે તીવ્ર ગરમીમાં, કોઈ વાંધો નથી. ત્યારે કોણ સુખની ઈચ્છા કરે છે? તે તેઓ જાણતા નથી. કોના માટે તમે આટલા વ્યસ્ત છો સુખ માટે? તે તેઓ જાણતા નથી. જેમ કે બિલાડીઓ અને કુતરાઓ.
પુષ્ટ કૃષ્ણ: પણ તેઓ વિચારે છે કે તેમના પાસે કોઈ સમય નથી હરિનામનો જપ કરવા માટે.
પ્રભુપાદ: હમ્મ?
પુષ્ટ કૃષ્ણ: તેમનું તત્વજ્ઞાન છે કે, સુખી બનવા માટે, આખો દિવસ મહેનત કરવી.
પ્રભુપાદ: હમ્મ, તે તમારો સિદ્ધાંત છે. તમે ધૂર્તો છો, પણ અમે કામ નથી કરતાં. તમે કેમ અમારું ઉદાહરણ નથી જોતા? અમે કેટલું સરળ રીતે જીવન જીવીએ છીએ.