GU/Prabhupada 0313 - બધો જ શ્રેય કૃષ્ણને ફાળે છે



Lecture on SB 3.26.42 -- Bombay, January 17, 1975

ભક્તનું કર્તવ્ય છે મહિમાનું ગાન કરવું. તે ક્યારેય પણ પોતાના માટે કોઈ પણ શ્રેય નથી લેતો. વાસ્તવમાં, કોઈ પણ શ્રેય લેવાનો નથી. બધો શ્રેય કૃષ્ણને જાય છે. ભક્ત દાવો કરતો નથી; કે ન તો તે શક્ય છે. હોઈ શકે છે તે ખૂબ, ખૂબ મહાન ભક્ત છે, તે કદી પણ સ્વયમના કીર્તિમય કાર્યો માટે શ્રેય નથી માગતો. તેના કીર્તિમય કાર્યોનો અર્થ છે કૃષ્ણને કીર્તિમય બનાવવા. તે તેના ભવ્ય કાર્યો છે, એવું નહીં કે કહેવાતા ભૌતિકવાદીની જેમ, તે શ્રેય લેવાની ઈચ્છા કરે છે. ના. સ્વ-કર્મણા તમ અભ્યર્ચય સિદ્ધિમ વિન્દતિ માનવ: (ભ.ગી. ૧૮.૪૬). સ્વ-કર્મણ. તમે કોઈ પણ કાર્ય-પદ્ધતિમાં સંલગ્ન હોઈ શકો છો, કોઈ પણ કાર્ય વિભાગમાં. પણ તમારા કાર્યોના આધારે તમે ભગવાન, કૃષ્ણના અસ્તિત્વની સ્થાપના કરો, અને જે પણ થાય છે, તે કૃષ્ણના નિષ્ણાત સંચાલન દ્વારા થાય છે. સૂર્ય ઠીક સમયે ઊગે છે, અને બિલકુલ ઠીક સમયે અસ્ત થાય છે. અને તાપમાન, વિવિધ ઋતુઓના અનુસાર, ચલન, ઉત્તરાયણ, દક્ષિણાયન - બધું તે પરમના આદેશ અનુસાર એટલી નિપુણતાથી સંચાલિત થાય છે. મયાદ્યક્ષેણ પ્રકૃતિ: (ભ.ગી. ૯.૧૦). એવું ના વિચારો કે સૂર્ય આટલું સરસ કાર્ય આપમેળે કરે છે. આપમેળે નહીં. સ્વામી છે, કૃષ્ણ. યસ્યાજ્ઞયા ભ્રમતી સંભૃત કાલ ચક્ર: (બ્ર.સં. ૫.૫૨). સૂર્ય કેટલી શક્તિશાળી વસ્તુ છે આ બ્રહ્માંડમાં. કેટલા બધા કરોડો સૂર્યો છે. આ એક જ સૂર્ય છે - પણ તે કૃષ્ણની આજ્ઞાનું પાલન કરે છે. યચ-ચક્ષુર-એષ સવિતા સકલ ગ્રહાણામ રાજા સમસ્ત સુર મૂર્તિર અશેષ-તેજઃ (બ્ર.સં. ૫.૫૨). અશેષ-તેજ:, અસીમ પ્રકાશ, અસીમ અગ્નિ, અસીમ ઉષ્મા. અશેષ.અશેષ-તેજઃ.કોઈ પણ સરખામણી નથી સૂર્યપ્રકાશ સાથે, સૂર્યની ઉષ્મા સાથે. આ બ્રહ્માંડમાં કોઈ સરખામણી નથી. અસીમ. લાખો અને લાખો વર્ષોથી, સૂર્યથી, પ્રકાશ અને ઉષ્મા આવે છે, પણ કોઈ ઘટાડો નથી. લાખો વર્ષ પૂર્વ જેમ હતું, હજી પણ તેમ જ છે, અને તમને લાખો વર્ષો સુધી પ્રકાશ અને ઉષ્મા આપીને, તેટલો જ પ્રકાશ અને ઉષ્મા હજી પણ છે.

તો જો તે શક્ય છે એક ભૌતિક વસ્તુ માટે, કે અસંખ્ય ઉષ્મા અને પ્રકાશ આપવા છતાં તે સમાન રહે છે, તેવી જ રીતે, પરમ ભગવાન, તેમની શક્તિનો વિસ્તાર કરીને, તેમની શક્તિમાં, સમાન રહે છે. તે ઓછા નથી થતાં. પૂર્ણસ્ય પૂર્ણમ આદાય પૂર્ણમ એવાવશિષ્યતે (ઇશો આહવાન). તો જો આપણે એક ભૌતિક વસ્તુ માટે પણ જોઈએ તો, કે કેટલા બધા લાખો અને લાખો વર્ષો માટે ઉષ્મા બહાર આવે છે - તે તેટલી જ ઉષ્મા રહે છે, તે તેટલી જ ઉષ્મા, તેટલું જ પ્રકાશ રાખે છે. તે પરમ ભગવાન માટે કેમ શક્ય નથી? તેથી ઈશોપનિષદ આપણને શિક્ષા આપે છે કે પૂર્ણસ્ય પૂર્ણમ આદાય પૂર્ણમ એવાવશિષ્યતે. જો તમે કૃષ્ણથી કૃષ્ણની સંપૂર્ણ શક્તિ લઈ લો, છતાં, આખી શક્તિ રહે છે. પણ તમને આશ્ચર્ય થશે કે આજકાલ. આધુનિક ભગવાનો - કેટલા બધા "આધુનિક ભગવાનો છે"; હું તેમના નામ નથી લેવા માંગતો. પણ એક આધુનિક ભગવાન, તેમણે તેમના શિષ્યને શક્તિ આપી હતી, અને, પછી જ્યારે તેઓ હોશમાં આવ્યા, તેઓ રડવા લાગ્યા. શિષ્યે ગુરુથી પૂછ્યું કે, "તમે કેમ રડો છો, સાહેબ?" "હવે મેં બધું સમાપ્ત કરી દીધું. મેં તને બધું આપી દીધું. મેં તને બધું આપી દીધું, એટલે હું સમાપ્ત થઈ ગયો છું." તે આધ્યાત્મિક નથી. તે ભૌતિક છે. મારા પાસે સો રૂપિયા છે. જો હું તમને સો રૂપિયા આપું, ત્યારે મારૂ ખિસ્સું ખાલી થઈ જાય છે. પણ કૃષ્ણ તેવા નથી. કૃષ્ણ હજારો અને લાખો કૃષ્ણ બનાવી શકે છે, છતાં તેઓ કૃષ્ણ છે. તે કૃષ્ણ છે. તેમની શક્તિ કદી પણ ઓછી નથી થતી. તેને કહેવાય છે પૂર્ણસ્ય પૂર્ણમ આદાય પૂર્ણમ એવાવશિષ્યતે (ઇશો આહવાન). તો આ નકલી ભગવાન આપણને મદદ નહીં કરે. સાચા ભગવાન. સાચા ભગવાન, ઈશ્વર: પરમ: કૃષ્ણ: સચ્ચિદાનંદ વિગ્રહ: અનાદિર આદીર ગોવિંદ: સર્વ કારણ કારણમ (બ્ર.સં. ૫.૧). સર્વ-કારણ-કારણમ, તેઓ ક્યારેય ક્ષીણ નથી થતાં. તેઓ ક્યારેય સમાપ્ત નથી થતાં. તેમ કહેલું છે કે, યત્સ્યેક નિશ્વસિત કાલમ અથાવલંબ્ય જીવંતી લોમ વિલજા જગદ-અંડ-નાથા: વિષ્ણુર મહાન સ-ઇહ યસ્ય કલા-વિશેષો ગોવિંદમ આદિ પુરૂષમ તમ અહમ ભજામિ (બ્ર.સં. ૫.૪૮) લાખો બ્રહ્માંડો તેમના શ્વાસ ક્રિયાના સમયે બહાર આવે છે, અને ફરીથી જ્યારે શ્વાસ અંદર લેવામાં આવે છે, ત્યારે તેમનો સંહાર થાય છે. આ રીતે બ્રહ્માંડો બહાર આવે છે. જગદ-અંડ-નાથ. જગદ-અંડ-નાથ. જગદ-અંડ એટલે કે બ્રહ્માંડ, અને નાથ, આ જગતના સ્વામી, એટલે કે બ્રહ્મા. તો તેમને પણ એક આયુ છે. અને તેમના જીવનની આયુ શું છે? મહા-વિષ્ણુની શ્વાસ ક્રિયાનો સમય.