GU/Prabhupada 0373 - 'ભજહુ રે મન' પર તાત્પર્ય

Revision as of 22:34, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Purport to Bhajahu Re Mana -- The Cooperation of Our Mind

ભજ હુ રે મન શ્રી-નંદ-નંદન-અભય ચરણારવિંદ રે આ ભજન ગોવિંદ દાસ, કવિ ગોવિંદ દાસ દ્વારા ગાવામાં આવેલું છે. તે તેમના મનને સંબોધિત કરે છે, કારણકે, આખરે, આપણે આપણા મનના સહકાર સાથે કાર્ય કરવું પડે. જો આપણું મન વિચલિત છે, જો મન આપણને બીજું કઈ પસંદ કરવા માટે ખેંચે છે, તો એક પ્રકારના કાર્ય ઉપર ધ્યાન આપવું ખૂબ જ મુશ્કેલ છે. તે વ્યવહારિક છે. તેથી યોગ પદ્ધતિ મતલબ મનને નિયંત્રિત કરવું. તે મનને નિયંત્રિત કરવાની એક યાંત્રિક પદ્ધતિ છે. કારણકે મનને નિયંત્રિત કર્યા વગર, મન અવિચલિત થયા વગર, કોઈ પણ વ્યક્તિ કોઈ આધ્યાત્મિક પ્રગતિ કરી ના શકે. પણ આપણી વૈષ્ણવ પદ્ધતિ છે કે મનને સીધું ભક્તિમય સેવામાં સંલગ્ન કરવું, જેથી તે ભક્તિમય સેવાના ક્ષેત્રની બહાર ન જાય. તે આપણી પદ્ધતિ છે. અને તે વ્યવહારિક છે. જો આપણે આપણું મન કૃષ્ણના ચરણ કમળ ઉપર ધ્યાનસ્થ કરીયે, અર્ચનમ - શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદ-સેવનમ (શ્રી.ભા. ૭.૫.૨૩). પાદ સેવનમ, ત્યારે મન આપમેળે નિયંત્રિત થઇ જાય છે. યોગીઓ મનને કૃત્રિમ રીતે નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે, પણ તે લોકો નિષ્ફળ જાય છે. કેટલા બધા કિસ્સાઓ છે, મોટા, મોટા યોગિઓ નિષ્ફળ ગયેલા છે. તો કઈ પણ કૃત્રિમ રીતે થયેલી વસ્તુ પૂર્ણ રીતે ના થઈ શકે. તેથી મનને નિયંત્રિત કરવાની પદ્ધતિ એટલે કે તમે મનને વધુ સારી પ્રવૃત્તિ આપો, પછી મન ઊતરતી શક્તિ દ્વારા આકર્ષિત નહીં થાય. આ વિજ્ઞાન છે અથવા સફળતાનું રહસ્ય.

તો ગોવિંદ-દાસ તેમના મનને કૃષ્ણના ચરણ કમળ, જેને અભય ચરણ કહેવાય છે, તેના ઉપર સ્થિર કરવાનો પ્રયત્ન કરે છે. અભય મતલબ, "જ્યા કોઈ ભય નથી." જેમ કે આપણે આપણું ધન કોઈ ભરોસાપાત્ર બેન્કમાં જમા કરીએ છીએ, કારણકે આપણે વિચારીએ છીએ કે નુકસાનનો કોઈ પણ ભય નથી. તેને કહેવાય છે અભય, "વગર કોઈ ભયના," અને ચરણ એટલે કે "ચરણ કમળ." તો ગોવિંદ દાસ તેમના મનને સલાહ આપે છે, હુ રે મન "મારા પ્રિય મન," હુ રે એટલે કે મનને સંબોધિત કરે છે. ભજ હુ રે મન. ભજ. ભજ મતલબ "ભક્તિમય સેવામાં સંલગ્ન થવું." ભજ હુ રે મન શ્રી-નંદ-નંદન, "કૃષ્ણની સેવામાં, નંદના પુત્રની સેવામાં." કેટલા બધા કૃષ્ણ છે, પણ આપણે એક વિશેષ કૃષ્ણ સાથે સંબંધિત છીએ. જે નંદ મહારાજના પુત્રના રૂપે અને વસુદેવના પુત્ર રૂપે પ્રકટ થયા છે. તેથી તેઓ કહે છે કે વિશેષ કરીને... જેમ કે આપણે એક વ્યક્તિને ઓળખીએ છીએ, તેમના નામ, તેમના પિતાના નામ, ત્યારે તે પૂર્ણ ઓળખ છે. તો, તેઓ કહે છે કે શ્રી-નંદ-નંદન, ભજ હુ રે મન શ્રી-નંદ-નંદન અભય-ચરણારવિંદ રે, "તેમના ચરણ સુરક્ષિત છે શરણ લેવા માટે." ભાગવતમમાં કેટલા બધા શ્લોક છે તેના સંબંધમાં: સમાશ્રિત યે પદ પલ્લવ પ્લવમ મહત પદમ પુણ્ય યશો મુરારે: (શ્રી.ભા. ૧૦.૧૪.૫૮). મહત પદમ, "કૃષ્ણના ચરણ કમળની નીચે, આખી ભૌતિક સૃષ્ટિ આશ્રિત છે." તો જો આટલી મોટી સૃષ્ટિ આશ્રિત થઇ શકે છે, તો જો હું એક તુચ્છ જીવ છું, જો હું કૃષ્ણના ચરણ કમળમાં આશ્રય લઈશ, જે અભય પ્રદાન કરે છે, ત્યારે મારી સુરક્ષા સુનિશ્ચિત છે. ભજ હુ રે મન શ્રી નંદ-નંદન-અભય ચરણા-રવિંદ રે, દુર્લભ માનવ જનમ સત-સંગે, તારોહો એ ભવ-સિંધુ રે. દુર્લભ, "ખૂબજ દુર્લભતાથી પ્રાપ્ત આ મનુષ્ય રૂપનું જીવન." દુર્લભ માનવ-જનમ. તો કૃષ્ણના ચરણ કમળ ઉપર મનને સ્થિર રાખવા માટે, તે જરૂરી છે કે આપણે ભક્તોના સંગમાં રહીએ. દુર્લભ માનવ જન્મ સત-સંગે. સત-સંગે મતલબ, "ભક્તોના સંગમાં." જો આપણે ભક્તોના સંગમાં નથી રહેતા, જો આપણે કૃષ્ણના ચરણ કમળ ઉપર મનને સ્વતંત્રતાથી સ્થિર કરવાનો પ્રયત્ન કરીશું, તે શક્ય નહીં હોય. તે નિષ્ફળ થશે. તેથી તેઓ કહે છે, સત-સંગે, "ભક્તોના સંગમાં." તરોહો એ ભવ સિંધુ રે, "જીવનનો સાચો ઉદ્દેશ્ય છે આ ભવ-સાગરને પાર કરવો." તો જો આપણે ભક્તોના સંગમાં કૃષ્ણના ચરણ કમળ ઉપર મનને સ્થિર રાખીશું, તો આપણે ખૂબજ સરળતાથી આ અવિદ્યાના સાગરને, ભૌતિક અસ્તિત્વને, પાર કરી જઈશું.

તો, મારૂ વર્તમાન કાર્ય શું છે? અત્યારે માર્યું કાર્ય છે: શીત આતપ બાત બરીશણ, એ દિન જામીની જાગી રે. મારી ભૌતિક પ્રવૃત્તિ છે કે "મને તીવ્ર ઠંડીની કોઈ પરવાહ નથી, મને બાળી નાખતી ગરમીની કોઈ પરવાહ નથી, હું રાત્રે સુવાની પરવાહ નથી કરતો; હું દિવસ અને રાત સખત કામ કરી રહ્યો છું." શીત આતપ બાત બરીશણ, એ દિન જામીની જાગી રે. અને શેના માટે? કૃપણ, બીફલે સેવીનુ કૃપણ દુર્જન, "કૃપણ દુર્જનની સેવા માટે." કૃપણ-દુર્જન એટલે કે બહારવાળા. કહેવાતો ભૌતિક સમાજ, મૈત્રી અને પ્રેમ, વગેરે, તે વાસ્તવમાં બહારવાળા છે. તે લોકો મને વાસ્તવમાં જીવનની આધ્યાત્મિક પ્રગતિ ના આપી શકે. પણ કારણકે આપણે સમાજ, મૈત્રી, કે પ્રેમ, રાષ્ટ્રવાદ, સમાજવાદ, કેટલી બધી વસ્તુઓની સેવામાં સંલગ્ન છીએ. આપણી પ્રવૃત્તિઓ વિવિધ પ્રકારની છે, પણ તે બીફલે છે. બીફલે મતલબ, "વગર કોઈ પરિણામના." તેનું પરિણામ એ હશે કે હું એવી માનસિકતાનો વિકાસ કરું છું, કહેવાતા દેશ, સમાજ, પરિવારની રક્ષા કરવા માટે, અને મૃત્યુના સમયે, મારે મારી માનસિકતાના અનુસાર કોઈ દેહને સ્વીકારવો પડશે. તો લોકો કેટલા બધા જઘન્ય સાધનો અપનાવે છે, આ કહેવાતા સમાજ, મૈત્રી અને પ્રેમના કાર્યો ચાલુ રાખવા. તેનું પરિણામ છે કે તેઓ એવી માનસિકતાનો વિકાસ કરે છે જે માનવીય નથી, અને તેનું પરિણામ તે હશે કે તેને તેની માનસિકતા અનુસાર બળપૂર્વક બીજો દેહ પ્રાપ્ત કરવો પડશે. તેથી કૃપણ દુર્જન. કૃપણ મતલબ "કંજૂસ." તે લોકો મને કોઈ બુદ્ધિ નહીં આપે, મારા જીવનની સાચી જરૂરીયાત વિશે કોઈ પણ માર્ગદર્શન નહીં આપે, પણ છતાં આપણે તેવા દુર્જન, બહારવાળા, ની સેવામાં સંલગ્ન છીએ. બીફલે સેવીનુ કૃપણ દુર્જન, ચપળ સુખ લબ લાગી રે, અને થોડું સુખ છે. નહિતો, કેવી રીતે વ્યક્તિ આટલી મહેનત કરે દિવસ અને રાત. સુખ છે મૈથુન ભોગ, ચપળ, "જે અસ્થિર છે." વિદ્યાપતિ ગાય છે, તાતલ સાઇકતે વારી બિંદુ-સમ, "તે સુખ રણમાં જળના એક ટીપાંની જેમ છે." રણમાં પાણીની જરૂર છે, પણ જો તમે થોડું પાણી લેશો અને તેના ઉપર છાંટશો, "લે થોડું પાણી," તો તે પાણીનું શું મૂલ્ય છે? તેવી જ રીતે, આપણે તે શાશ્વત સુખની પાછળ છીએ, આ સમાજ, મૈત્રી અને પ્રેમ આપણને શું આપશે? તેથી આપણે સુખ પ્રાપ્તિ માટે માત્ર આપણો સમય વ્યર્થ ગુમાવીએ છીએ આ કહેવાતી ભૌતિકવાદી જીવન-શૈલીમાંથી, સમાજ, મૈત્રી અને પ્રેમનું પાલન કરીએ છીએ, માત્ર વ્યર્થ ગુમાવીએ છીએ. બીફલે. બીફલે એટલે કે, "વગર કોઈ સારા પરિણામના." બીફલે સેવીનુ કૃપણ દુર્જન, ચપળ સુખ લબ લાગી રે. "કોઈ વાંધો નહીં, હું વ્યક્તિગત રીતે આનંદ કરીશ. મારી પાસે મારું યૌવન છે, હું ધન કમાવી શકું છું, અને હું મારા પરિવારની કોઈ પરવાહ નથી કરતો." વાસ્તવમાં તે વર્તમાન સમયે થઈ રહ્યું છે. કોઈ પણ પરિવાર માટે પરવાહ નથી કરતું, પણ તે ફક્ત પોતાને પાળવામાં લાગેલા છે, તેની યુવાનીનો ઉપયોગ કરતો, અને ઘણી બધી વસ્તુઓ. તો... ગોવિંદ દાસ, કવિ સલાહ આપે છે, "મારા પ્રિય મન, હું સ્વીકાર કરું છું કે તારી પાસે યૌવન છે, તું ભોગ કરી શકે છે." તેથી, તું કહે છે એ ધન જન યૌવન પુત્ર પરિજન ઈથે કી આછે પરતીતી રે, "આ ધનનો સંગ્રહ: ધન કમાવવું; અને આ યૌવન, આનંદ કરવો." એ ધન યૌબન પુત્ર પરિજન, અને સમાજ, મૈત્રી અને પ્રેમ દ્વારા, શું તમે વિચારો છો કે, શું કોઈ વાસ્તવિક સુખ છે, કે દિવ્ય સુખ છે? ઈથે કી આછે પરતીતી રે. "તે કમળના પાંદડા ઉપર જળની જેમ છે." કમલ-દલ-જલ, જીવન તલમલ. "આ, પાણીનું અસ્તિત્વ હલી રહ્યું છે, કોઈ પણ ક્ષણે તે નીચે પડી શકે છે." વાસ્તવમાં, આપણી આ જુવાનીની મોજ કે ધન કમાવવાનું કાર્ય, કોઈ પણ ક્ષણે તે સમાપ્ત થઇ શકે છે. તો વાસ્તવમાં તમે માની ના શકો, કે તમે તે પ્રકારના સુખમાં વિશ્વાસ નહીં કરો. તે સરસ નથી કારણકે તે કોઈ પણ ક્ષણે સમાપ્ત થઇ શકે છે. આ લોકો ગગનચુંબી ઇમારતો બનાવવામાં, અને બેન્ક બેલેન્સ, અને સારી મોટરગાડીઓ પ્રાપ્ત કરવામાં લાગેલા છે, અને કેટલી બધી વસ્તુઓનો તેઓ ભોગ કરવાનો પ્રયત્ન કરે છે, પણ તેઓ ભૂલી જાય છે કે તે કોઈ પણ ક્ષણે સમાપ્ત થઇ શકે છે. કોઈ પણ ક્ષણે. તો તે કમલ-દલ-જલની જેમ છે, "પાણીને કમળના પાંદડા પર રાખવું." તે ઉભું નહીં રહે, તે એક બાજુ નમેલું છે, અને કોઈ પણ ક્ષણે નીચે પડી શકે છે. તે ઉદાહરણ ખૂબજ સરસ છે. તેથી તેઓ સલાહ આપે છે કે, શ્રવણ કીર્તન, તે મનને ઉપદેશ આપે છે કે, "આ ના કર, આ ના કર" ઘણી બધી નકારાત્મક વસ્તુઓ. ત્યારે આગલો પ્રશ્ન હશે કે, તો વાસ્તવમાં, મન ગોવિંદ દાસને પૂછી શકે છે, "વાસ્તવમાં તમારે શું કરવું છે? તમે આ બધી ભૌતિક પ્રવૃત્તિઓને નકારો છો, તે ઠીક છે, તો તમારી સકારાત્મક ભલામણ શું છે?" તેઓ કહે છે કે, "હા, મારી સકારાત્મક ભલામણ આ છે: શ્રવણ કીર્તન સ્મરણ વંદન, પાદ સેવન દાસ્ય રે, પૂજન સખી-જન આત્મ-નિવેદન, ગોવિંદ-દાસ અભિલાષ રે." "મારા પ્રિય મન, મારી ઈચ્છા છે કે તું કૃપા કરીને મને મદદ કર, આ અભય ચરણારવિંદ કૃષ્ણ વિશે સાંભળવા માટે, શ્રવણ. અને મને તેમના મહિમાનું ગુણગાન કરવા દે, શ્રવણ કીર્તન. મને સ્મરણ કરવા દે, તેમના ચરણ કમળની સેવા કરવા દે, તેમની સાથે મિત્રતા કરવા દે. મારી પાસે જે પણ છે, તે તેમને સમર્પણ કરવા દે. આ મારી ઈચ્છાઓ છે. જો તું કૃપા કરીને મને સહકાર આપીશ, તો હું આ કરી શકીશ." તો આ ખૂબજ શિક્ષા આપતું ભજન છે, આ માનવ જન્મના ઉદ્દેશ્યનો સાર છે, અને જે પણ વ્યક્તિ આ સિદ્ધાંતનું પાલન કરશે તે વાસ્તવમાં દિવ્ય રીતે સુખી રહેશે.