GU/Prabhupada 0376 - 'ભજહુ રે મન' પર તાત્પર્ય

Revision as of 22:35, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Purport to Bhajahu Re Mana -- Los Angeles, January 7, 1969

ભજહુ રે મન ,શ્રી-નંદ-નંદન-અભય-ચરણારવિંદ રે. ગોવિંદ દાસ, એક મહાન કવિ અને વૈષ્ણવ, દ્વારા આ કાવ્યની રચના થઇ છે. ભગવદ ગીતામાં કહેવાયેલું છે કે, જો તમારૂ મન નિયંત્રિત છે, તો તમારૂ મન સૌથી શ્રેષ્ઠ મિત્ર છે. પણ જો તમારૂ મન અનિયંત્રિત છે, તો તે તમારો સૌથી મોટો શત્રુ છે. તો આપણે મિત્ર કે શત્રુ પાછળ છીએ, અને બન્ને મારી સાથે બેઠા છે. જો આપણે મનની મિત્રતાનો ઉપયોગ કરી શકીએ, તો આપણે સર્વોચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરી શકીશું. પણ જો આપણે મનને આપણો શત્રુ બનાવીશું, ત્યારે નરક જવાનો મારો રસ્તો સાફ છે. તેથી ગોવિંદ દાસ ઠાકુર, તે તેમના મનને સંબોધન કરે છે. યોગીઓ વિવિધ આસનની પદ્ધતિઓ દ્વારા મનને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે. તે પણ માન્ય છે. પણ તે લાંબો સમય લે છે, અને ક્યારેક નિષ્ફળતા પ્રાપ્ત થાય છે. વધારે પડતું નિષ્ફળતા જ પ્રાપ્ત થાય છે. વિશ્વામિત્રના જેવા મહાન યોગી પણ નિષ્ફળ થયા હતા, આ તુચ્છ અને વ્યર્થ યોગીઓના વિશે કેહવું જ શું.

તો ગોવિંદ દાસ ભલામણ કરે છે કે, "તમે બસ મનને કૃષ્ણ ભાવનામૃતમાં સંલગ્ન કરો, ત્યારે મન આપમેળે નિયંત્રિત થઇ જશે." જો મન પાસે બીજુ કોઈ પણ કાર્ય નથી કૃષ્ણ ભાવનામૃત વગર, તો તે આપણો શત્રુ ના બની શકે. તે આપમેળે મારો મિત્ર છે. શ્રીમદ ભાગવતમમાં તે ઉપદેશ છે: સ વૈ મન: કૃષ્ણ પદારવિંદયો (શ્રી.ભા. ૯.૪.૧૮). અંબરીશ મહારાજ, સૌથી પેહલા તેમણે તેમના મનને કૃષ્ણના ચરણ કમળમાં સંલગ્ન કર્યું. તો, તેવી જ રીતે, અહીં પણ, ગોવિંદ દાસ ઠાકુર તેમના મનને કહી રહ્યા છે: "મારા પ્રિય મન, તું માત્ર અભય-ચરણારવિંદના ચરણ કમળમાં સંલગ્ન થા." તે કૃષ્ણના ચરણ કમળનું નામ છે. અભય મતલબ નિર્ભયતા. જો તમે કૃષ્ણન ચરણ કમલનો આશ્રય લો છો તો તરત જ તમે નિર્ભય બની જાઓ છો. તો તે ભલામણ કરે છે, "મારા પ્રિય મન, તું માત્ર ગોવિંદના ચરણ કમળમાં સંલગ્ન થા." ભજહુ રે મન શ્રી નંદ-નંદન. તે "ગોવિંદ" નથી કેહતા. તે કૃષ્ણને સંબોધન કરે છે "નંદ મહારાજના પુત્ર" તરીકે. "કારણકે તે ચરણકમળ અભય પ્રદાન કરે છે, તેથી તમને માયાના હુમલાથી કોઈ પણ ભય નહીં રહે."

"ઓહ, મારે કેટલી બધી વસ્તુઓનો આનંદ કરવો છે. કેવી રીતે મારૂ મન કૃષ્ણના ચરણ કમળ પર સ્થિર રહેશે?" પછી ગોવિંદ દાસ કહે છે, "ના, ના." દુર્લભ માનવ જન્મ. "તમારા જીવનને તે રીતે બગાડશો નહીં. આ મનુષ્ય જીવન ખૂબજ દુર્લભ છે. કેટલા બધા હજારો અને લાખો જન્મ પછી તમને આ તક મળી છે." દુર્લભ-માનવ-જન્મ સત-સંગે. "તેથી ક્યાંય પણ જાઓ નહીં. તમે માત્ર શુદ્ધ ભક્તોનો સંગ કરો." તરહ એઈ ભવ-સિંધુ રે. "પછી તમે આ અવિદ્યાના સાગરને પાર કરી શકશો." "ઓહ, જો હું મારૂ મન કૃષ્ણમાં હંમેશા લગાવીશ, તો હું મારા પરિવાર અને બીજી બધી વસ્તુઓનો કેવી રીતે ભોગ કરી શકીશ?" તો ગોવિંદ દાસ કહે છે, એઈ ધન યૌવન. "તમારે તમારા ધન અને યુવાનીનો ભોગ કરવો છે," એઈ ધન યૌવન, પુત્ર પરિજન, "અને તમારે મિત્ર, પ્રેમ અને પરિવારના સમાજનો ભોગ કરવો છે, પણ હું કહું છું," ઈથે કી આછે પરતીતી રે, "શું તમે વિચારો છો કે આ બધી વ્યર્થ વસ્તુઓમાં દિવ્ય આનંદ છે? ના, લેશમાત્ર નથી. તે માત્ર ભ્રમ છે." એઈ ધન યૌવન, પુત્ર પરિજન, ઈથે કે આછે પરતીતી રે. દુર્લભ માનવ જનમ સત સંગે, તરહ એઈ ભવ સિંધુ રે.

શીત આતપ બાત બરીશન
એઈ દિન જામીની જાગી રે
વિફલે સેવીનુ કૃપણ દુર્જન
ચપલ સુખ લભ લાગી રે

ગોવિંદ દાસ તેમના મનને યાદ અપાવે છે: "તને ભૌતિક સુખનો અનુભવ છે. તો ભૌતિક સુખ મતલબ, ભૌતિક જીવનનું અંતિમ લક્ષ્ય છે મૈથુન જીવન. પણ શું તને યાદ નથી ક્યાં સુધી તું આ મૈથુન જીવનનો ભોગ કરી શકીશ?" ચપલ. "અસ્થિર. કહો, થોડા ક્ષણ કે મિનટ માટે. બસ. પણ તે હેતુ માટે તું આટલી બધી મેહનત કરે છે?" શીત આતપ: "હિમવર્ષાની પરવાહ નથી કરતો. અસહ્ય ગરમીની પરવાહ નથી કરતો. ભારે વરસાદની કોઈ પરવાહ નથી કરતો. રાતપાળીની કોઈ પરવાહ નથી કરતો. આખો દિવસ અને રાત મેહનત કરી રહ્યો છું. અને પરિણામ શું છે?" માત્ર ક્ષણિક અસ્થિર આનંદ. શું તું આના માટે શર્મિંદા નથી?" તો શીત આતપ, બાત બરીશન, એઈ દિન જામીની જાગી રે. દિન એટેલ કે દિવસ, અને જામીની એટલે કે રાત. તો "દિવસ અને રાત, તું આટલી મહેનત કરે છે. શા માટે?" ચપલ સુખ લભ લાગી રે. "માત્ર તે અસ્થિર સુખ માટે." પછી તે કહે છે, એઈ ધન યૌવન પુત્ર પરિજન, ઈથે કે આછે પરતીતી રે. "વાસ્તવમાં આ જીવનના આનંદ કરવામાં કોઈ સુખ, શાશ્વત સુખ, દિવ્ય સુખ નથી, કે નથી આ યુવાવસ્થા, કે પરિવાર, કે સમાજમાં. કોઈ પણ સુખ નથી, કોઈ દિવ્ય સુખ નથી."

તેથી કમલ દલ જલ જીવન તલમલ. "અને તમને ખબર પણ નથી કેટલું લાંબુ તમે આ જીવનનો ભોગ કરશો. કારણકે તે અસ્થિર છે. તમે અસ્થિર સ્તર પર છો. જેમ કે કમળના પાંદડા પર પાણી છે. તે નમતું હોય છે. કોઈ પણ ક્ષણે તે નીચે પડી શકે છે. તો આપણું જીવન અસ્થિર છે. કોઈ પણ ક્ષણે તેનું પતન થઇ શકે છે. કોઈ રીતે, કોઈ દુર્ઘટના થાય, અને સમાપ્ત. તો તમારું જીવન તે રીતે વ્યર્થ ન ગુમાવશો." ભજહુ હરિ પદ નીતિ રે. "હંમેશા કૃષ્ણ ભાવનામૃતમાં પ્રવૃત્ત રહો. તે તમારા જીવનની સફળતા છે." અને કેવી રીતે આ કૃષ્ણ ભાવનામૃતનો અમલ કરવો? તે ભલામણ કરે છે, શ્રવણ કીર્તન, સ્મરણ વંદન, પાદ સેવન દાસ્ય રે. તમે નવ પ્રકારની ભક્તિમય સેવામાથી કોઈ પણ એકની પસંદગી કરી શકો છો. જો તમે બધા જ કરી શકો, તે બહુ જ સારું છે. જો તેમ નથી, તો તેમાંથી આઠનો અમલ કરો. સાત, કે છ, કે પાંચ, કે ચાર. પણ જો તમે તેમાંથી એકનો પણ અમલ કરી શકશો, તો તમારું જીવન સફળ છે. તે નવ પદ્ધતિઓ શું છે? શ્રવણમ કીર્તનમ. અધિકૃત સ્ત્રોત પાસેથી સાંભળો. અને જપ. શ્રવણમ કીર્તનમ. સ્મરણ, યાદ કરવું, વંદનમ, પ્રાર્થના. શ્રવણમ કીર્તનમ, સ્મરણ વંદનમ, પાદ સેવનમ. તેમના ચરણ કમળની એક શાશ્વત દાસની જેમ સેવા કરવી. પૂજન સખી જન. અથવા કૃષ્ણને તમારા મિત્રની જેમ પ્રેમ કરો. આત્મ-નિવેદન. અથવા કૃષ્ણ માટે બધું સમર્પિત કરી નાખો. આ ભક્તિમય સેવાની વિધિ છે, અને ગોવિંદ દાસ તે કૃષ્ણ ભાવનામૃત કાર્યની આશા રાખે છે.