GU/Prabhupada 0414 - મૂળ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, કૃષ્ણ પાસે જાઓ

Revision as of 22:41, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture & Initiation -- Seattle, October 20, 1968

પ્રભુપાદ: ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામી.

શ્રોતા: ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામી.

પ્રભુપાદ: તો કૃષ્ણ ભાવનામૃત આંદોલન મતલબ મૂળ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, કૃષ્ણ, પાસે જવું. આ કૃષ્ણ ભાવનામૃત છે. પ્રત્યક્ષ. આ ભગવાન ચૈતન્યની વિશેષ ભેટ છે કે... આ યુગમાં ઘણી બધી અનિયમિતતા છે, મનુષ્ય જીવનની ખામીઓ. કે ધીમે ધીમે તેઓ કૃષ્ણ ભાવનામૃત, અથવા ભગવદ ભાવનામૃતનો ખ્યાલ છોડી રહ્યા છે. ફક્ત ધીમે ધીમે તેઓ છોડી જ નથી રહ્યા, તેમણે છોડી જ દીધું છે. તો વેદાંત સૂત્ર તેથી કહે છે, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. એવું નથી કે એક અલગ પ્રકારની ધાર્મિક પદ્ધતિ પ્રસ્તુત કરવાની છે. તે વર્તમાન દિવસની મોટી જરૂરિયાત છે. કારણકે આપણે કહીએ છીએ કે ક્યાં તો તમે ગ્રંથનું અનુસરણ કરો, બાઇબલ, અથવા તમે કુરાનનું પાલન કરો અથવા તમે વેદોનું પાલન કરો, લક્ષ્ય છે ભગવાન. પણ વર્તમાન સમયે, આ કલિયુગના પ્રભાવને કારણે, કલિયુગ મતલબ ઝઘડા અને મતભેદનો યુગ. તો આ યુગમાં લોકો ઘણી બધી રીતે પરેશાન છે. પ્રથમ અયોગ્યતા છે કે તેઓ લાંબા સમય માટે જીવતા નથી. ભારતમાં સરેરાશ જીવન અવધિ છે પાત્રીસ વર્ષ, અને હું નથી જાણતો કે અહિયાં ચોક્કસ સરેરાશ આયુ કેટલી છે, પણ ભારતમાં લોકો પુષ્કળ પ્રમાણમાં છે. તેમની પાસે એવી કોઈ બુદ્ધિ નથી, અથવા તેઓ ભારતની બહાર જવાની દરકાર નથી કરતાં. દરેક વ્યક્તિ ત્યાં ઉપયોગ કરવા માટે જાય છે, પણ તેમણે ક્યારેય બીજા સ્થળોનો ઉપયોગ કરવાનું નથી વિચાર્યું. તે તેમની સંસ્કૃતિ છે... તેઓ બીજાની સંપત્તિ પર હાથ મારવાનો પ્રયત્ન નથી કરતાં. કહી વાંધો નહીં, ભારતની પરિસ્થિતી બહુ જ અચોક્કસ છે, કારણકે તેમણે તેમની પોતાની સંસ્કૃતિ છોડી દીધી છે, અને તેઓ પાશ્ચાત્ય દેશનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જે ઘણા બધા સંજોગોને કારણે થઈ નથી શકતું, અને તેથી દરિયાઈ જીવોના શિંગડાની વચ્ચે મૂકવામાં આવે છે. તમે જુઓ.

તો આ યુગ તેવો છે. ફક્ત ભારતમાં જ નહીં, બીજા દેશોમાં પણ મુશ્કેલીઓ અલગ રીતે છે. મુશ્કેલીઓ અલગ છે. પણ મુશ્કેલીઓ છે, ક્યાં તો ભારતમાં અથવા અમેરીકામાં અથવા ચીનમાં. દરેક જગ્યાએ, તે લોકો વિશ્વ શાંતિ માટે કેટલી બધી યોજનાઓ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તમારા દેશમાં પણ, અમેરિકામાં પણ, કેનેડી જેવા મોટા માણસના જીવનની પણ કોઈ સુરક્ષા નથી, તમે જુઓ. કોઈ પણ વ્યક્તિની કોઈ પણ હત્યા થઈ શકે છે, અને કોઈ કાર્યવાહી નથી. તો તે બીજી સમસ્યા છે. સામ્યવાદી દેશમાં તેઓ, બળપૂર્વક, તેઓ નાગરિકો પર રાજ કરી રહ્યા છે. તો ઘણા રશિયન, ઘણા બધા ચીનીઓ, તેઓ તેમના દેશમાથી જતાં રહે છે. તેમને આ સામ્યવાદી ખ્યાલ ગમતો નથી. તો સમસ્યાઓ છે આ યુગને કારણે. આ કલિયુગને કારણે, સમસ્યાઓ છે. અને સમસ્યાઓ શું છે? સમસ્યાઓ છે કે આ યુગમાં લોકો ઘણા અલ્પ-જીવી હોય છે, તેમની જીવન અવધિ. આપણે જાણતા નથી કે આપણે મરીશું. કોઈ પણ ક્ષણે. તે કહ્યું છે કે ભગવાન રામચંદ્રના શાસનકાળ દરમ્યાન, એક બ્રાહ્મણ... (બાજુમાં:) તે કામ નથી કરી રહ્યું? એક બ્રાહ્મણ, તે રાજા પાસે આવ્યો, "મારા પ્રિય રાજા, મારો પુત્ર મરી ગયો. તો કૃપા કરીને મને સમજાવો શા માટે, પિતાની હાજરીમાં, એક પુત્ર મરે." જરા જુઓ કેટલો બધો રાજા જવાબદાર હતો. એક વૃદ્ધ પિતા રાજા સમક્ષ ફરિયાદ કરવા આવ્યો, "શું કારણ છે કે પિતાની હાજરીમાં, એક પુત્ર મરે છે? કૃપા કરીને સમજાવો." તો જરા જુઓ કેટલી બધી જવાબદાર સરકાર હતી. સરકાર જવાબદાર હતી જો પુત્ર પિતા કરતાં પહેલા મરી જાય તો. સ્વાભાવિક રીતે, પિતા પુત્ર કરતાં વધુ વૃદ્ધ છે, તો તેણે પહેલા મરવું જોઈએ. તો આટલી જવાબદાર સરકાર હતી. હવે સભ્ય જગતમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ દ્વારા મરી શકે છે, પણ કોઈ દરકાર નથી કરતું.