GU/Prabhupada 0472 - આ અંધકારમાં ના રહો. પોતાને બસ પ્રકાશના રાજ્યમાં લઈ જાઓ

Revision as of 22:51, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture -- Seattle, October 7, 1968

પ્રભુપાદ: ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામી. ભક્તો: ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામી. પ્રભુપાદ: તો આપણે ગોવિંદમની ભક્તિ કરીએ છીએ, બધા જ આનંદોનો સ્ત્રોત, ગોવિંદ, કૃષ્ણ. અને તેઓ આદિ પુરુષમ છે, મૂળ વ્યક્તિ. તો ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામી. ભજામી મતલબ "હું ભક્તિ કરું છું," "હું તેમને શરણાગત છું અને તેમને પ્રેમ કરવા માટે સહમત થાઉં છું." આ ભજનો બ્રહ્માજી દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે. તે બ્રહ્મસંહિતા એક, ખાસી મોટી પુસ્તક છે. પાંચમા અધ્યાયનો પ્રથમ શ્લોક તે છે કે ભગવાન, ગોવિંદ, તેમને તેમનો વિશેષ ગ્રહ છે, જે ગોલોક વૃંદાવન તરીકે ઓળખાય છે. તે આ ભૌતિક આકાશની પરે છે. આ ભૌતિક આકાશ તમારી દ્રષ્ટિ જાય ત્યાં સુધી તમે જોઈ શકો છો, પણ તે ભૌતિક આકાશની પરે આધ્યાત્મિક આકાશ છે. આ ભૌતિક આકાશ ભૌતિક શક્તિ, મહત-તત્ત્વથી ઢંકાયેલું છે, અને પૃથી, પાણી, અગ્નિ, વાયુના સાત આવરણો છે. અને તે આવરણની ઉપર એક મહાસાગર છે, અને તે મહાસાગર પછી આધ્યાત્મિક આકાશ શરૂ થાય છે. અને તે આધ્યાત્મિક આકાશમાં, સર્વોચ્ચ ગ્રહને ગોલોક વૃંદાવન કહેવામા આવે છે. આ વસ્તુઓ વેદિક સાહિત્યમાં વર્ણવવામાં આવી છે, ભગવદ ગીતામાં પણ. ભગવદ ગીતા બહુ જ પ્રચલિત પુસ્તક છે. ત્યાં પણ તે કહ્યું છે,

ન યત્ર ભાસયતે સૂર્યો
ન શશાંકો ન પાવક:
યદ ગત્વા નિવર્તન્તે
તદ ધામ પરમમ મમ
(ભ.ગી. ૧૫.૬)

ભગવદ ગીતામાં તે કહ્યું છે કે બીજું આધ્યાત્મિક આકાશ છે, જ્યાં કોઈ સૂર્યપ્રકાશની જરૂર નથી. ન યત્ર ભાસયતે સૂર્યો. સૂર્ય મતલબ સૂરજ, અને ભાસયતે મતલબ સૂર્યપ્રકાશ વિતરણ કરતું. તો સૂર્યપ્રકાશની કોઈ જરૂર નથી. ન યત્ર ભાસયતે સૂર્યો ન શશાંકો. શશાંક મતલબ ચંદ્ર. કે નથી કોઈ ચંદ્રપ્રકાશની જરૂર. ન શશાંકો ન પાવક: કે નથી કોઈ વીજળીની જરૂરિયાત. તેનો મતલબ પ્રકાશનું રાજ્ય. અહી, આ ભૌતિક જગત મતલબ અંધકારનું રાજ્ય. તે તમે દરેક જાણો છો. તે વાસ્તવમાં અંધારું છે. જેવુ સૂર્ય પૃથ્વીની બીજી બાજુએ હોય છે, તે અંધારું છે. તેનો મતલબ સ્વભાવથી તે અંધારું છે. ફક્ત સૂર્યપ્રકાશથી, ચંદ્રપ્રકાશથી, અને વીજળીથી આપણે તે પ્રકાશ રાખી રહ્યા છે. વાસ્તવમાં, તે અંધકારમય છે. અને અંધારું મતલબ અજ્ઞાનતા પણ. જેમ કે રાત્રે લોકો વધુ અજ્ઞાનતામાં હોય છે. આપણે અજ્ઞાનતામાં છીએ, પણ રાત્રે આપણે વધુ અજ્ઞાની હોઈએ છીએ. તો વેદ શિક્ષા છે તમસી મા જ્યોતીર ગમ. વેદો કહે છે, "આ અંધકારમાં ના રહો. બસ પોતાને પ્રકાશના રાજ્યમાં લઈ જાઓ." અને ભગવદ ગીતા પણ કહે છે કે એક વિશેષ આકાશ, અથવા એક આધ્યાત્મિક આકાશ હોય છે, જ્યાં સૂર્યપ્રકાશની કોઈ જરૂર નથી, ચંદ્રપ્રકાશની કોઈ જરૂર નથી, વીજળીની કોઈ જરૂર નથી, અને યદ ગત્વા ન નિવર્તન્તે (ભ.ગી. ૧૫.૬) - અને જો વ્યક્તિ તે પ્રકાશના રાજ્યમાં જાય, તે ક્યારેય આ અંધકારના રાજ્યમાં પાછો નથી આવતો.

તો કેવી રીતે આપણે તે પ્રકાશના રાજ્યમાં જઈ શકીએ? આખો મનુષ્ય સમાજ આ સિદ્ધાંતો પર આધારિત છે. વેદાંત કહે છે, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. અથ અત: "તેથી તમારે હવે બ્રહ્મ વિશે પૃચ્છા કરવી જોઈએ, પરમ નિરપેક્ષ વિશે." "તેથી હવે" મતલબ... દરેક શબ્દ મહત્વનો છે. "તેથી" મતલબ કારણકે તમને આ મનુષ્ય શરીર મળ્યું છે - "તેથી." અને અત: મતલબ "હવેથી." "હવેથી" મતલબ તમે ઘણા, ઘણા જીવનો પસાર કરી દીધા છે, ૮૪,૦૦,૦૦૦ જીવનની યોનીઓ. જળચર - ૯,૦૦,૦૦૦. જલજા જાવ લક્ષાણી સ્થાવરા લક્ષ વીંશતી.