GU/Prabhupada 0473 - ડાર્વિને ઉત્ક્રાંતિનો ખ્યાલ આ પદ્મ પુરાણમાથી લીધો છે



Lecture -- Seattle, October 7, 1968

ડાર્વિને ઉત્ક્રાંતિનો ખ્યાલ આ પદ્મ પુરાણમાથી લીધો છે. તમને દુનિયામાં એવું કોઈ તત્વજ્ઞાન નહીં મળે, એવો કોઈ સિદ્ધાંત નહીં મળે, જે વેદિક સાહિત્યમાં ના હોય. તે એટલું પૂર્ણ છે, બધુ જ છે. તો માનવશાસ્ત્ર, અથવા શું કહેવાય છે, માનવશાસ્ત્ર? ડાર્વિનનું માનવશાસ્ત્ર પદ્મ પુરાણમાં છે. તેનું બહુ જ સરસ રીતે વર્ણન કરેલું છે. ડાર્વિન વિભિન્ન યોનીઓની સંખ્યા કહી ના શકે, પણ પદ્મ પુરાણ કહે છે કે ૯,૦૦,૦૦૦ પ્રકારના જીવો પાણીમાં છે, મહાસાગરમાં. અને મહાસાગરની ઉપર, જેવુ સમુદ્રનું પાણી સુખાઈ જાય છે, જમીન આવે છે, તરત જ કૃષિ શરૂ થાય છે. વિભિન્ન પ્રકારની વનસ્પતિઓ અને વૃક્ષો પછી આવે છે. તો જલજા નવ લક્ષાણી સ્થાવરા લક્ષ વિંશતી. વીસ લાખ, લક્ષ વિંશતી. તે છે વીસ લાખ? સ્થાવરા લક્ષ. સ્થાવરા મતલબ જે ચાલી ના શકે. વિભિન્ન પ્રકારના જીવો હોય છે. વૃક્ષો, વનસ્પતિઓ, તેઓ ચાલી ના શકે. બીજા પ્રકારના જીવો, જેમ કે પક્ષીઓ, પશુઓ, મનુષ્યો, તેઓ ચાલી શકે. તો સ્થાવરા અને જંગમ. જંગમ મતલબ જે ચાલી શકે, અને સ્થાવરા મતલબ જે ચાલી ના શકે. ટેકરીઓ, પર્વતો, તેઓ પણ સ્થાવરા છે. તેઓ પણ જીવો છે. ઘણી બધી ટેકરીઓ છે, તે વધી રહી છે. તેનો મતલબ જીવન છે, પણ તે સૌથી નીચું સ્તર છે - પથ્થર.

તો આ રીતે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ. સ્થાવરા લક્ષ વિંશતી કૃમયો રુદ્ર સાંખ્યકા: સરિસૃપ અને જંતુઓ. રુદ્ર સાંખ્યકા: મતલબ અગિયાર લાખ. પછી સરિસૃપ, જંતુઓ, પાંખો ઊગે છે - પક્ષીઓ. પછી પાંખો ઊગે છે... પછી તે પક્ષીઓના જીવન પર આવે છે. પક્ષિણામ દશ લક્ષણમ: દસ લાખ પક્ષીઓ. અને પછી પાશવ: ત્રિંશલ લક્ષાણી, ચાર-પગવાળા પશુઓ, તેઓ ત્રીસ લાખ છે. તો નવ અને વીસ, ઓગણત્રીસ, પછી અગિયાર, ચાલીસ. અને પછી પક્ષીઓ, દસ, પચાસ, પશુઓ, ત્રીસ, એશી - એશી લાખ. અને પછી... એશી લાખ - અને ચાર લાખ મનુષ્ય યોનીઓ. મનુષ્ય જીવન વધુ માત્રામાં નથી. તેમાથી, મોટા ભાગના અસભ્ય છે, અને બહુ જ ઓછા આર્યન પરિવારો. આર્યન પરિવાર - ઇન્ડો-યુરોપીયન પરિવાર, તેઓ પણ આર્યન છે - તેઓ બહુ ઓછા છે. યુરોપીયન, તેઓ ઇન્ડો-યુરોપીયન દળના છે. અમેરિકનો, તેઓ પણ યુરોપમાથી આવે છે. તો માનવ સમાજનું આ દળ બહુ ઓછું છે. બીજા ઘણા, અસભ્ય દળો છે. તેથી વેદાંત કહે છે, અથ અત: હવે તમારી પાસે વિકસિત મનુષ્ય જીવન છે, સભ્ય જીવન, તમારી પાસે તમારા આરામદાયક જીવન માટે સારી વ્યવસ્થા છે. વિશેષ કરીને અમેરિકામાં તમારી પાસે બધી ભૌતિક સુવિધાઓ છે. તમારી પાસે ગાડીઓ છે, તમારી પાસે સારા રસ્તા છે, સારું ભોજન, સારા મકાનો, સારા વસ્ત્રો, તમારા શરીરનું સારું રૂપ. ભગવાને તમને બધુ જ સારું આપ્યું છે.