GU/Prabhupada 0711 - કૃપા કરીને તમે જે શરૂ કર્યું છે, તેને તોડતા નહીં - તેને બહુ જ હર્ષથી ચાલુ રાખજો
Speech Excerpt -- Mayapur, January 15, 1976
પ્રભુપાદ:... તો આ વસ્તુમાં શ્રેષ્ઠ આનંદ છે કે ભક્તિવિનોદ ઠાકુરની ઈચ્છા કે યુરોપીયન, અમેરિકન અને ભારતીયો બધા જોડે, હર્ષથી નાચે અને ગાય "ગૌર હરિ."
તો આ મંદિર, માયાપુર ચંદ્રોદય મંદિર, દિવ્ય સંયુક્ત રાષ્ટ્ર માટે છે. જેમાં સંયુક્ત રાષ્ટ્ર નિષ્ફળ ગયું છે, તે અહી પ્રાપ્ત કરવામાં આવશે, શ્રી ચૈતન્ય મહાપ્રભુએ ભલામણ કરેલી વિધિ દ્વારા,
- પૃથ્વીતે આછે યત નગરાદી ગ્રામ
- સર્વત્ર પ્રચાર હઇબે મોર નામ
- (ચૈ.ભા. અંત્યખંડ ૪.૧૨૬)
તો તમે દુનિયાના બધા જ ભાગોમાથી આવ્યા છો અને આ મંદિરમાં એક સાથે રહો છો. તો આ નાના છોકરાઓને શિક્ષા આપો. હું ખૂબ જ ખુશ છું, વિશેષ કરીને આ નાના બાળકોને જોઈને બધા જ દેશોમાથી અને ભારતીય, બંગાળી, બધા સાથે, તેમની શારીરિક ચેતના ભૂલીને. તે આ આંદોલનની શ્રેષ્ઠ ઉપલબ્ધિ છે, કે દરેક વ્યક્તિ જીવનની શારીરિક ચેતના ભૂલી જાય છે. અહિયાં કોઈ વિચારતું નથી કે "યુરોપીયન," "અમેરિકન," "ભારતીય," "હિન્દુ," "મુસ્લિમ," "ખ્રિસ્તી." તેઓ આ બધી ઉપાધિઓ ભૂલી જાય છે, અને ફક્ત હરે કૃષ્ણ મંત્રના કીર્તનમાં મગ્ન થઈ જાય છે. તો કૃપા કરીને જે તમે શરૂ કર્યું છે, તેને તોડતા નહીં. તેને બહુ જ હર્ષથી ચાલુ રાખજો. અને ચૈતન્ય મહાપ્રભુ, માયાપુરના સ્વામી, તેઓ તમારા પર ખૂબ જ પ્રસન્ન થશે, અને અંતમાં તમે ભગવદ ધામ જશો.
આપનો ખૂબ ખૂબ આભાર. (અંત)