GU/670102b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 11:12, 21 April 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો કોઈ કૃષ્ણ ભાવનામૃતના આ તત્વજ્ઞાનને ગ્રહણ કરે છે અને ભગવાનનો પ્રેમ વિકસિત કરે છે, તો તે ભગવાનને દરેક ક્ષણે, દરેક પગલે, દરેક વસ્તુમાં જોઈ શકે છે. તે, એક ક્ષણ માટે પણ ભગવાનની નજરથી દૂર નથી જતો. જેમ કે ભગવદ-ગીતામાં કહેવામાં આવ્યું છે, તેષુ તે મયી. જે ​​ભક્તને પ્રેમ થયો છે, જેણે ભગવાન માટેનો પ્રેમ વિકસિત કર્યો છે, તે પણ દરેક ક્ષણે ભગવાનને જુએ છે. તેવી જ રીતે, ભગવાન પણ દરેક ક્ષણે તેને જોઈ રહ્યા છે. તેઓ અલગ નથી. આટલી સરળ પ્રક્રિયા. આ હરિ-કીર્તન, આ યુગમાં આ સરળ પ્રક્રિયાની ભલામણ કરવામાં આવી છે, અને જો આપણે તેને કોઈ દોષ વિના અને વિશ્વાસથી નિષ્ઠાપૂર્વક કરીએ, તો પછી ભગવાનના દર્શન કરવા એક ભક્ત માટે મુશ્કેલ નથી."
670102 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૦.૩૯૧-૪૦૫ - ન્યુ યોર્ક‎