GU/680819 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જે પણ ભગવાનની શુદ્ધ ભક્તિમાં સંલગ્ન છે,વગર કોઈ આરક્ષણ - અવ્યભિચારિણી,જે દૂષિત નથી,માત્ર ભગવાનનો શુદ્ધ પ્રેમ,આનુકૂલ્યેન કૃષ્ણાનુશીલનામ(CC Madhya 19.167),અનુકૂળ રીતે - કેવી રીતે ભગવાન પ્રસન્ન થાશે.આ ભાવથી,જો કોઈ ભક્તિમાં સંલગ્ન થાય છે,મામ ચ અવ્યભિચારિણિ ભક્તિ યોગેન યઃ સેવતે....જો કોઈ આ રીતે સંલગ્ન થાય છે,ત્યારે તેની પરિસ્થિતિ શું હશે?સ ગુણાન સમતીતયૈતાં(BG 14.26).ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણ છે,જે છે સત્ત્વ,રજસ અને તમસ,તે એક જ સમયે તેમના પારે વયો જાય છે.સ ગુણાન સમતીતયૈતાં બ્રહ્મ ભૂયાય કલ્પતે.તરત જ તે આધ્યાત્મિક રીતે પહચાનમાં આવે છે.તરત જ.તો હરે કૃષ્ણ જાપ કરવાની આ પદ્ધતિ જો આપણે સારી રીતે કરીયે...સારી રીતે એટલે આપણને આપણને સારો સંગીતકાર કે ખૂબ કલાકાર ગાયક બનવાની જરૂરત નથી.નહિ.સારી રીતે એટલે કે ખરા દિલથી અને ખૂબજ ધ્યાનથી.આ પદ્ધતિ જ સૌથી શ્રેષ્ઠ યોગ પદ્ધતિ છે.આ દિવ્ય ધ્વનિ,જો તમે માત્ર તમારા મનને ધ્યાનસ્થ કરો હરે કૃષ્ણના ધ્વનિ ઉપર."
680819 - ભાષણ SB 07.09.12 - મોંટરીયલ