"જે પણ ભગવાનની શુદ્ધ ભક્તિમાં સંલગ્ન છે, કોઈ પણ આરક્ષણ વગર - અવ્યભિચારિણી, જે દૂષિત નથી, માત્ર ભગવાનનો શુદ્ધ પ્રેમ, આનુકૂલ્યેન કૃષ્ણાનુશીલનમ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૬૭), અનુકૂળ રીતે - કેવી રીતે ભગવાન પ્રસન્ન થશે. આ ભાવથી, જો કોઈ વ્યક્તિ ભક્તિસેવામાં સંલગ્ન થાય છે, મામ ચ અવ્યભિચારિણિ ભક્તિ યોગેન યઃ સેવતે... જો કોઈ આ રીતે સંલગ્ન થાય છે, ત્યારે તેનું પદ શું હશે? સ ગુણાન સમતીત્યૈતાન (ભ.ગી. ૧૪.૨૬). ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણ છે, જે છે સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ, તે વ્યક્તિ તરત જ તેનાથી પરે થઈ જાય છે. સ ગુણાન સમતીત્યૈતાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. તરત જ તે તેની આધ્યાત્મિક ઓળખ મેળવે છે. તરત જ. તો હરે કૃષ્ણ જપની પ્રક્રિયા, જો આપણે સારી રીતે કરીશું... સારી રીતેનો મતલબ આપણે સારા સંગીતકાર કે ખૂબ સારા કલાકાર ગાયક બનવાની જરૂર નથી. ના. સારી રીતે મતલબ ગંભીરતાથી અને ખૂબ જ ધ્યાનપૂર્વક. આ પદ્ધતિ સૌથી શ્રેષ્ઠ યોગ પદ્ધતિ છે.આ દિવ્ય ધ્વનિ, જો તમે માત્ર તમારા મનને હરે કૃષ્ણના ધ્વનિ ઉપર કેન્દ્રિત કરો."
|