GU/680930b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ અને ગોપી,તે સંબંધ એટલો નિકટનો અને એટલો શુદ્ધ હતો કે કૃષ્ણ સ્વયં માની ગયા હતા કે,'મારા પ્રિય ગોપીયો,તે મારા સામર્થ્યમાં નથી કે હું તમારા પ્રેમમય સંબંધનું પરત ચુકાવી શકું'.કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે.તે કંગાળ બની ગયા,કે'મારા પ્રિય ગોપીયો,તે સંભવ નથી કે હું તમારા ઋણને ચુકાવી શકું, જે(ઋણ) તમે મારા ઉપર પ્રેમ કરીને સૃજન કરી હતી'.તો તે પ્રેમની સૌથી ઉંચી પૂર્ણતા છે.રમ્યા કાચીડ ઉપાસના વ્રજ-વધુ(ચૈતન્ય-મંજુષા).હું તમને માત્ર ભગવાન ચૈતન્યનો હેતુ સમજાવું છું.તે આપણને શિક્ષા આપે છે કે,તેમનું લક્ષ્ય,કે એક જ પ્રેમ કરવા યોગ્ય વસ્તુ છે કૃષ્ણ અને તેમનું ધામ વૃંદાવન.અને તેમને પ્રેમ કરવાની વિધિનો ચળકતું દૃષ્ટાન્ત છે ગોપીયોનું.કોઈ પણ પોહચી નથી શકતું.વિવિધ સ્તર ઉપર ભક્તો છે,અને ગોપીયો સૌથી શ્રેષ્ઠ સ્તર ઉપર છે એમ માણવામાં આવે છે.અને ગોપીયોંમાં સૌથી શ્રેષ્ઠ છે રાધારાણી.તેથી કોઈપણ રાધારાણીના પ્રેમના પારે નથી જઈ શકતો."
680930 - ભાષણ - સિયેટલ