"કૃષ્ણ અને ગોપી, તે સંબંધ એટલો ઘનિષ્ઠ અને એટલો શુદ્ધ હતો કે કૃષ્ણે સ્વયં સ્વીકાર કર્યો કે, 'મારી પ્રિય ગોપીઓ, તમારા પ્રેમમય સંબંધનું ઋણ ચૂકવી શકવાનું સામર્થ્ય મારામાં નથી'. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. તેઓ કંગાળ બની ગયા, કે 'મારી પ્રિય ગોપીઓ, તે સંભવ નથી કે હું તમારા ઋણને ચુકવી શકું, જે તમે મને પ્રેમ કરીને બનાવ્યું છે'. તો તે પ્રેમની સર્વોચ્ચ સિદ્ધિ છે. રમ્યા કાચીદ ઉપાસના વ્રજ-વધુ (ચૈતન્ય-મંજુષા). હું તમને માત્ર ભગવાન ચૈતન્યનું મિશન સમજાવું છું. તેઓ આપણને શિક્ષા આપે છે, તેમનું લક્ષ્ય, કે એક જ પ્રેમ કરવા યોગ્ય વિષય છે કૃષ્ણ અને તેમનું ધામ વૃંદાવન. અને તેમને પ્રેમ કરવાની વિધિનું તાદ્દશ દૃષ્ટાન્ત છે ગોપીઓ. કોઈ પણ પહોંચી ન શકે. વિવિધ સ્તરના ભક્તો છે, અને ગોપીઓ સૌથી શ્રેષ્ઠ સ્તર ઉપર છે એમ માનવામાં આવે છે. અને ગોપીઓમાં સૌથી શ્રેષ્ઠ છે રાધારાણી. તેથી કોઈપણ રાધારાણીના પ્રેમની પરે ન જઈ શકે."
|