GU/681014 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 12:12, 2 May 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
પ્રભુપાદ: તે શું છે?

વિષ્ણુજન: આઈસ-ક્રીમનો ખટારો છે. પ્રભુપાદ: ઓહ, આઈસ ક્રીમ. (હાસ્ય). તમે આઈસ ક્રીમ ખાઓ છો? હમ્મ? વિષ્ણુજન: ના. તે શેરીમાં ઉપર અને નીચે જાય છે. પ્રભુપાદ: પ્રચાર કરતા? તમાલ કૃષ્ણ: હા. પ્રભુપાદ: આઈસ ક્રીમ ન ખરીદશો. તે માયા છે (હાસ્ય). 'આવો, આવો, મારો આનંદ માણો. આવો, આવો, મારો ભોગ કરો'. (હસે છે) જેવો તમે ભોગ કરો છો, તમે બંધાઈ જાઓ છો. બસ. જેમ કે માછલી પકડવાની જાળી. તે જાળીને ફેંકે છે અને માછલીને બોલાવે છે, 'આવો, આવો, મારો ભોગ કરો. આવી જાવો, આવી જાવો, ભોગ કરો'. જેવું - ખાવા માટે આવે છે (હાસ્ય). સમાપ્ત. પછી, (માછલીની નકલ કરતા) 'હવે તું ક્યાં જઈશ? મારા પોટલીમાં આવી જા. હા. હું તને તેલમાં પકાવીશ'. તમે જોયું? તો આ બધી વસ્તુઓ શ્રીમદ ભાગવતમમાં સમજાવેલ છે. માછલી તેનું જીવન ખાવા દ્વારા, જીભ દ્વારા ગુમાવી દે છે.

681014 - ભાષણ ભ.ગી. ૦૨.૧૯-૨૫ - સિયેટલ