GU/681123 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 23:41, 5 May 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
નર-નારાયણ: એક ભક્તનો શ્રીમતી રાધા, રાધિકા સાથે યોગ્ય સંબંધ શું હોય છે?

પ્રભુપાદ: રાધારાણી દૈવી-માયા છે. જેમ કે આપણે, આપણા ભૌતિક બદ્ધ જીવનમાં, આપણે ભૌતિક શક્તિને આધીન છીએ. તે જ રીતે, આપણી મુક્ત અવસ્થામાં આપણે આધ્યાત્મિક શક્તિને આધીન બનવું પડે. તે આધ્યાત્મિક શક્તિ રાધારાણી છે. અત્યારે આપણે ભૌતિક શક્તિની હેઠળ કાર્ય કરી રહ્યા છીએ, કારણકે આપણું શરીર ભૌતિક શક્તિનું બનેલું છે. તો, જયારે તમે મુક્ત થાઓ છો, તમે તમારું આધ્યાત્મિક શક્તિ-યુક્ત શરીર પ્રાપ્ત કરો છો. તે આધ્યાત્મિક શક્તિ રાધારાણી છે. તો તમારે કોઈના આધીન રહેવું જ પડે... કોઈક શક્તિને આધીન. તમે પણ શક્તિ છો; તમે તટસ્થ શક્તિ છો. તટસ્થ શક્તિ એટલે કે તમે આધ્યાત્મિક શક્તિને આધીન હોઈ શકો છો અથવા તમે ભૌતિક શક્તિને આધીન હોઈ શકો છો - તે તમારી તટસ્થ સ્થિતિ છે. પણ જ્યારે તમે ભૌતિક શક્તિને આધીન હોવ છો, તે તમારી જોખમકારક સ્થિતિ છે, અસ્તિત્વ માટેનો સંઘર્ષ. અને જ્યારે તમે આધ્યાત્મિક શક્તિને આધીન હોવ છો, તે તમારૂ સ્વતંત્રતાનું જીવન છે. રાધારાણી આધ્યાત્મિક શક્તિ છે અને દુર્ગા, કાલી ભૌતિક શક્તિ છે.

681123 - ભાષણ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે પરિચય - લોસ એંજલિસ