GU/681202b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 16:55, 17 September 2020 by Vanibot (talk | contribs) (Vanibot #0019: LinkReviser - Revise links, localize and redirect them to the de facto address)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો તમે કોઈ મુશ્કેલ સ્થિતિમાં મિત્ર પાસે જાઓ અને તમે તમારા મિત્રને શરણાગત બનો, 'મારા પ્રિય મિત્ર, તું ખૂબ મહાન, ખૂબ શક્તિશાળી, ખૂબ જ પ્રભાવશાળી છે. હું આ મોટા ભયમાં છું. તો હું તને શરણાગત થાઉં છું. તું કૃપા કરીને મને સુરક્ષા આપ...' તો તમે તે કૃષ્ણ સાથે કરી શકો છો. અહીં ભૌતિક જગતમાં, જો તમે કોઈ વ્યક્તિને શરણાગત થાઓ છો, ગમે તેટલો મોટો તે કેમ ન હોય, તો તે અસ્વીકાર કરી શકે છે. તે કહી શકે છે, 'વારુ, હું તને સુરક્ષા આપવામાં અસમર્થ છું'. તે સ્વાભાવિક જવાબ છે. જો તમને કોઈ ભય હોય અને જો તમે તમારા ઘનિષ્ઠ મિત્ર પાસે જાઓ, 'કૃપા કરીને મને સુરક્ષા આપ', તે ખચકાશે, કારણ કે તેની શક્તિ ખૂબ મર્યાદિત છે. તે સૌ પ્રથમ વિચારશે કે 'જો હું આ વ્યક્તિને સુરક્ષા આપીશ તો શું મારો સ્વાર્થ જોખમમાં તો નહીં મુકાય ને'? તે આવું વિચારશે, કારણ કે તેની શક્તિ મર્યાદિત છે. પણ કૃષ્ણ એટલા સરસ છે કે તેઓ એટલા શક્તિશાળી છે, તેઓ ખૂબ જ સમૃદ્ધ છે... તેઓ ભગવદ્ ગીતામાં જાહેર કરે છે, દરેક વ્યક્તિને, સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬): 'તમે બધું બાજુ પર મૂકી દો. તમે ફક્ત મને શરણાગત થાઓ."
681202 - ભાષણ ભ.ગી. ૦૭.૦૧ - લોસ એંજલિસ