GU/681211 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 05:58, 6 May 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો ભાગવત કહે છે, નૈષામ મતિસ તાવદ ઊરુક્રમાન્ઘ્રિમ ( શ્રી.ભા. ૭.૫.૩૨). જો કોઈ વ્યક્તિ ઊરુક્રમાન્ઘ્રિ, અથવા સર્વોચ્ચ ભગવાનને સમજે છે, તો તેના માટે, આત્માના અસ્તિત્વને સમજવું બહુ મુશ્કેલ નથી. જેમ કે કોઈ વ્યક્તિએ સૂર્યના ગોળાને જોયો છે, તેના માટે સૂર્યપ્રકાશ શું છે તે સમજવું બહુ મુશ્કેલ નથી. પરંતુ જે હંમેશા અંધકારમાં છે, તેણે ન તો તડકો જોયો છે અને ન સૂર્ય ગ્રહ જોયો છે, તેના માટે, પ્રકાશ શું છે, સૂર્ય શું છે, તે સમજવું ખૂબ મુશ્કેલ છે. તો ઊરુક્રમાન્ઘ્રિમ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, ને સમજી શકાય નહીં. અને જો તે સમજી શકાય, તો સ્પર્શતિ અનર્થાપગમો યદ-અર્થ:. જો કોઈ વ્યક્તિ ઊરુક્રમાન્ઘ્રિમ, મહાન ભગવાન, શું છે તે સમજે છે, તો તરત જ તેની બધી અજ્ઞાનતા, ભ્રમ સમાપ્ત થઈ જાય છે."
681211 - ભાષણ ભ.ગી. ૦૨.૨૭-૩૮ - લોસ એંજલિસ