"જો તમે એવું વિચારો કે "હું અડધું પાણી, અડધું દૂધ રાખીશ," તે કરી શકાય છે, પરંતુ તે બંને પાતળા અથવા દૂષિત થઈ જાય છે. જો તમે દૂધ રાખવા માંગતા હો, તો તમારે પાણી ફેંકી દેવું પડશે, અને જો તમે પાણી રાખવા માંગતા હો, તો તમે દૂધ રાખી શકતા નથી. તે જ રીતે ભક્તિ પરેશાનુભવ:. આ કસોટી છે. જો તમે કૃષ્ણ ભાવનાભાવિત બનો છો, જો તમે આધ્યાત્મિક જીવનમાં સુધારો કરી રહ્યા છો, તો તે જ પ્રમાણમાં તમે ભૌતિકવાદી જીવનથી વિરક્ત થશો. તે કસોટી છે. ફક્ત એવું વિચારીને કે "હું ઘણું ધ્યાન કરું છું, હું ખૂબ સારી પ્રગતિ કરી રહ્યો છું," એવું નથી. તમારે પરીક્ષણ કરવું પડશે. કસોટી એ છે કે તમારી... આધ્યાત્મિક જીવનમાં સુધારાનો અર્થ છે કે તમે ભૌતિકવાદી જીવનની રીતથી વિરક્ત થઈ જાઓ."
|