GU/690109d ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 10:21, 19 July 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો ભગવાન એટલા દયાળુ છે કે કેટલાક લોકો તેમને સમજી પણ નથી શકતા... પ્રથમ વસ્તુ એ છે કે લોકો ખરેખર ભગવાન શું છે તે સમજી શકતા નથી, પરંતુ ભગવાન પોતાને સમજાવવા માટે સ્વયં આવે છે. તેમ છતાં, તેઓ ભૂલ કરે છે. તેથી કૃષ્ણ ભક્ત તરીકે આપણને કૃષ્ણ ભાવનામૃત શીખવવા આવે છે. તો આપણે ભગવાન ચૈતન્યના પગલે ચાલવું પડશે. અને નરોત્તમ દાસ ઠાકુર શીખવે છે કે "સૌ પ્રથમ, ગૌરસુંદરના નામનો જપ કરવાનો પ્રયાસ કરો."
શ્રી-કૃષ્ણ-ચૈતન્ય પ્રભુ-નિત્યાનંદ
શ્રી-અદ્વૈત ગદાધર શ્રીવાસાદી-ગૌર-ભક્ત-વૃંદ

આ રીતે, જ્યારે આપણે ગૌરાસુંદરથી, ભગવાન ચૈતન્યથી, થોડાક આસક્ત થઈએ છીએ, ત્યારે આપણે આપમેળે દિવ્ય ભાવ અનુભવીએ છીએ. અને તે ભાવ તબક્કામાં શરીરમાં ધ્રુજારી થાય છે. જો કે આપણે લોકોને તે બતાવવા માટે કે "હું એક મહાન ભક્ત બન્યો છું," આવી ધ્રુજારીનું અનુકરણ ન કરવું જોઈએ, પરંતુ આપણે ભક્તિ સેવા સુંદર રીતે અને નિષ્ઠાપૂર્વક કરવી જોઈએ; પછી તે તબક્કો આપમેળે આવશે, ધ્રુજારી."

690109 - ગૌરાંગ બોલીતે હબે ભજન અને તાત્પર્ય - લોસ એંજલિસ