GU/690119 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 04:58, 22 July 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન લોકોને આ વૈદિક સાહિત્યનો લાભ લેવાનો અવસર આપવા માટે છે. ચૈતન્ય ચરિતામૃતમાં એક સુંદર શ્લોક છે:
અનાદિ બહિર મુખ જીવ કૃષ્ણ ભૂલી ગેલા
અતૈવ કૃષ્ણ વેદ પુરાણ કરીલા
(ચૈ.ચ. મધ્ય ૨૦.૧૧૭)

આપણે જાણતા નથી કે આપણે ભગવાનને ક્યારે ભૂલી ગયા છીએ, ક્યારે આપણે ભગવાન સાથેનો આપણો સંબંધ વિસરી ગયા છીએ. આપણે ભગવાન સાથે શાશ્વત રીતે સંબંધિત છીએ. આપણે હજુ પણ સંબંધિત છીએ. આપણો સંબંધ તૂટી નથી ગયો. જેમ કે પિતા અને પુત્ર, સંબંધ તૂટી ના શકે, પણ જયારે પુત્ર ગાંડો કે પાગલ બની જાય છે, તે વિચારે છે કે તેને કોઈ પિતા નથી. તે પ્રાસંગિક છે... પણ વાસ્તવમાં સંબંધ તૂટ્યો નથી. જયારે તે ભાનમાં આવે છે, 'ઓહ, હું ફલાણા-ફલાણા સજ્જનનો પુત્ર છું', તરત જ સંબંધ આવી જાય છે. તેવી જ રીતે આપણી ચેતના, આ ભૌતિક ચેતના, પાગલપનની સ્થિતિ છે. આપણે ભગવાનને ભૂલી ગયા છીએ. આપણે ઘોષણા કરીએ છીએ કે ભગવાન મૃત છે. વાસ્તવમાં હું મૃત છું કે હું વિચારું છું કે ભગવાન મૃત છે."

690119 - ભાષણ - લોસ એંજલિસ