GU/690503 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 06:33, 15 January 2021 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન નિંદ્રામાં રહેલા જીવોને જાગૃત કરવા માટે છે. વૈદિક સાહિત્યમાં, ઉપનિષદોમાં, આપણને આ શ્લોકો મળે છે, જે કહે છે કે, ઉત્તિષ્ઠ જાગૃત પ્રાપ્ય વરાન નિબોધત (કઠ ઉપનિષદ ૧.૩.૧૪). વૈદિક અવાજ, દિવ્ય ધ્વનિ કહે છે, "હે માનવતા, ઓ જીવ, તમે સૂઈ રહ્યા છો. મહેરબાની કરીને ઉઠો." ઉત્તિષ્ઠ, ઉત્તિષ્ઠ મતલબ 'મહેરબાની કરીને ઉઠો'. જેમ કોઈ માણસ અથવા છોકરો સૂઈ જાય છે, અને માતાપિતા, જે જાણે છે કે તેને કંઈક મહત્ત્વનું કરવાનું છે, 'મારા પ્રિય પુત્ર, કૃપા કરીને ઉઠ. સવાર પડી ગઈ છે. તારે જવું પડશે. તારે તારી ફરજ પર જવું પડશે. તારે તારી શાળાએ જવુ પડશે. "
690503 - આર્લિંગ્ટન સ્ટ્રીટ ચર્ચ ખાતે ભાષણ - બોસ્ટન‎