GU/690519 ભાષણ - શ્રીલ પ્રભુપાદ કોલંબસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ધારોકે તમે વીસ વર્ષના છો. આજે 19મી મે છે, અને બપોરના ચાર વાગ્યા છે. હવે, આ સમય, બપોરના ચાર, 19મી મે, ૧૯૬૯, જતી રહી. તમે તેને લાખો ડોલર ખર્ચ કરીને પણ પાછી ના લાવી શકો. જરા સમજવાનો પ્રયત્ન કરો. તેવી જ રીતે, જો તમારા જીવનની એક ક્ષણ પણ બેકારમાં વ્યર્થ જાય, ફક્ત ઇન્દ્રિય તૃપ્તિના વિષયમાં - ખાવું, ઊંઘવું, પ્રજનન અને રક્ષણ - તો તમે તમારા જીવનનું મૂલ્ય સમજતા નથી. તમે લાખો ડોલર ચૂકવીને પણ તમારા જીવનની એક ક્ષણ પણ પાછી નથી લાવી શકતા. જરા સમજવાનો પ્રયત્ન કરો કે તમારું જીવન કેટલું મૂલ્યવાન છે. તો, આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે લોકોને જણાવવા માટે કે તેનું જીવન કેટલું મૂલ્યવાન છે, અને તેનો તે રીતે ઉપયોગ કરવો."
690519 - ભાષણ - કોલંબસ