"ધારોકે તમે વીસ વર્ષના છો. આજે ૧૯મી મે છે, અને બપોરના ચાર વાગ્યા છે. હવે, આ સમય, બપોરના ચાર, ૧૯મી મે, ૧૯૬૯, જતો રહ્યો. તમે તેને લાખો ડોલર ખર્ચ કરીને પણ પાછો ન લાવી શકો. જરા સમજવાનો પ્રયત્ન કરો. તેવી જ રીતે, જો તમારા જીવનની એક ક્ષણ પણ બેકારમાં વ્યર્થ જાય, ફક્ત ઇન્દ્રિય તૃપ્તિના વિષયમાં - ખાવું, ઊંઘવું, પ્રજનન અને રક્ષણ - તો તમે તમારા જીવનનું મૂલ્ય સમજતા નથી. તમે લાખો ડોલર ચૂકવીને પણ તમારા જીવનની એક ક્ષણ પણ પાછી નથી લાવી શકતા. જરા સમજવાનો પ્રયત્ન કરો કે તમારું જીવન કેટલું મૂલ્યવાન છે. તો, આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે લોકોને જણાવવા માટે કે તેમનું જીવન કેટલું મૂલ્યવાન છે, અને તેનો તે રીતે ઉપયોગ કરવો."
|