GU/690525 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવન માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 11:13, 29 July 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો બ્રહ્મ યોગ્યતા છે સત્યતા, સ્વચ્છતા, સત્યમ શૌચમ. સમ, સંતુલિત મન, કોઈપણ વિચલન વિના, કોઈપણ ચિંતા વગર. સત્યમ શૌચમ શમો દમ. દમ એટલે ઇન્દ્રિય નિયંત્રણ. શમો દમ તિતિક્ષ. તિતિક્ષ એટલે સહનશીલતા. ભૌતિક જગતમાં ઘણી બધી ઘટનાઓ બનશે. આપણે સહન કરવાનો અભ્યાસ કરવો પડશે. તાંસ તિતિક્ષસ્વ ભારત. કૃષ્ણ કહે છે, "તમારે સહનશીલતા શીખવી પડશે. સુખ-દુ:ખ, તે મોસમી પરિવર્તનની જેમ આવશે." જેમ કે ક્યારેક વરસાદ પડે છે, ક્યારેક બરફવર્ષા થાય છે, તો ક્યારેક ખૂબ જ ગરમી પડે છે. તમે કેવી રીતે લડી શકો? તે શક્ય નથી. સહન કરવાનો પ્રયાસ કરો. બસ."
690525 - ભાષણ બ્રાહ્મણ દીક્ષા - ન્યુ વૃંદાવન, અમેરિકા