GU/690716c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 13:25, 30 August 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો જ્યારે વ્યક્તિ આ ભૌતિક દૂષણને લીધે તેના દુ:ખોને સમજી શકતું નથી, ત્યારે તેનું જીવન પ્રાણીજીવન છે. તે જાણે છે કે તે પીડાઈ રહ્યો છે, પરંતુ તે દુ:ખને અમુક બકવાસ માધ્યમોથી ઢાંકવાનો પ્રયત્ન કરી રહ્યો છે: ભૂલીને, મદિરા પાન કરીને, નશો કરીને, આ રીતે, તે રીતે. તે તેના દુ:ખને જાણે છે, પરંતુ તે પોતાના દુઃખને કોઈ બકવાસ રીતે ઢાંકવા માંગે છે. જેમ કે સસલું. સસલું, જ્યારે તે કોઈ વિકરાળ પ્રાણીનો સામનો કરે છે, ત્યારે સસલું આંખો બંધ કરી દે છે; તે વિચારે છે કે તે સલામત છે. તે જ રીતે, ફક્ત આપણા દુ:ખને કૃત્રિમ માધ્યમથી ઢાંકવાનો પ્રયાસ કરવો, તે કોઈ સમાધાન નથી. તે અજ્ઞાન છે. આધ્યાત્મિક જીવનના આધ્યાત્મિક આનંદ દ્વારા દુ:ખ હલ થઈ શકે છે."
690716 - ભાષણ દીક્ષા - લોસ એંજલિસ