GU/690716b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"સનાતન ગોસ્વામી પાસે તે સમયે કોઈ મંદિર હતું નહીં; તેઓ તેમના વિગ્રહને વૃક્ષ પર લટકાવતા હતા. તો મદન મોહન તેમની સાથે વાતો કરતા હતા, 'સનાતન, તું મને આ બધી કોરી રોટલી આપે છે, અને તે વાસી છે, અને તું મને મીઠું પણ નથી આપતો તેની જોડે. હું કેવી રીતે ખાઉં?' સનાતન ગોસ્વામીએ કહ્યું, 'પ્રભુ, હું ક્યાં જાઉં? જે પણ મારી પાસે છે હું તમને અર્પણ કરું છું. કૃપા કરીને સ્વીકારો. હું ચાલી નથી શકતો; વૃદ્ધ માણસ.' તમે જોયું. તો કૃષ્ણે તે ખાવું પડતું. (મંદ હાસ્ય કરે છે) કારણકે ભક્ત અર્પણ કરે છે, તેઓ અસ્વીકાર નથી કરી શકતા. યે મામ ભક્ત્યા પ્રયચ્છતિ. વાસ્તવિક વસ્તુ છે ભક્તિ. તમે કૃષ્ણને શું અર્પણ કરી શકો? બધી વસ્તુ કૃષ્ણની છે. તમારી પાસે શું છે? તમારું મૂલ્ય શું છે? અને તમારી વસ્તુઓનું મૂલ્ય શું છે? તે કશું જ નથી. તેથી વાસ્તવિક વસ્તુ છે ભક્ત્યા; વાસ્તવિક વસ્તુ છે તમારી ભાવના. 'કૃષ્ણ, કૃપા કરીને તેને ગ્રહણ કરો. મારી કોઈ યોગ્યતા નથી. હું સૌથી વધુ પતિત છું, પણ (આંસુ સારે છે) હું આ વસ્તુ તમારે માટે લાવ્યો છું. કૃપા કરીને ગ્રહણ કરો'. આનો સ્વીકાર થશે. ફુલાઈ ના જાઓ. હંમેશા સાવચેત રહો. તમે કૃષ્ણ સાથે વ્યવહાર કરી રહ્યા છો. તે મારી વિનંતી છે. આપનો ખૂબ ખૂબ... (આંસુ સારે છે - અવાજ રૂંધાય છે)"
690716 - પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ, શ્રી શ્રી રૂક્મીણી દ્વારકાનાથ - લોસ એંજલિસ