GU/690911 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ લંડનમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 09:22, 18 October 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
પ્રભુપાદ: જો મંત્રમાં શક્તિ હોય, બધા લોકોએ તેનો લાભ લેવો જોઈએ. શા માટે તે ખાનગી રહેવું જોઈએ?
જોર્જ હેરિસન: આપણી પાસે જે મંત્ર છે તે બધા જ લોકો લઈ શકે છે, પણ ફક્ત એટલું જ કે તેમણે કોઈ વ્યક્તિ પાસેથી લેવો પડે. આપણે તેમને આપી ના શકીએ, પણ તે દરેક વ્યક્તિ માટે પ્રાપ્ય છે.
પ્રભુપાદ: હા. મંત્ર, જો તે મૂલ્યવાન હોય, તે દરેક વ્યક્તિ માટે મૂલ્યવાન છે. શા માટે તે એક ચોક્કસ વ્યક્તિ માટે જ હોવો જોઈએ?
જોહન લેનન: જો બધા જ મંત્રો... બધા જ મંત્રો ભગવાનના જ નામ છે. ભલે તે ખાનગી મંત્ર હોય કે ખુલ્લો મંત્ર, તે બધા ભગવાનના જ નામ છે. તો તેનો ફરક નથી પડતો, શું તે છે, કે તમે શું જપ કરો છો?
પ્રભુપાદ: ના. જેમ કે એક દવાની દુકાનમાં તે લોકો બધા જ પ્રકારની દવાઓ રાખે છે, રોગની સારવાર માટે. પણ છતાં, તમે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન લો છો એક ચોક્કસ દવા માટે. તે લોકો તમને નહીં આપે. જો તમે એક દવાની દુકાનમાં જશો અને તમે કહેશો, "હું રોગી છું. મને કોઈ પણ દવા આપો," તેવું નથી... તે તમને પૂછશે, "તમારું પ્રિસ્ક્રિપ્શન ક્યાં છે?" તો તેવી જ રીતે, આ યુગમાં, કલિયુગમાં, આ મંત્ર, હરે કૃષ્ણ મંત્ર, ની શાસ્ત્રોમાં ભલામણ કરવામાં આવી છે, અને મહાન નિષ્ઠાવાન - અમે તેમને કૃષ્ણનો અવતાર ગણીએ છીએ - ચૈતન્ય મહાપ્રભુ, તેમણે આનો પ્રચાર કર્યો છે. તેથી આપણો સિદ્ધાંત છે કે દરેક વ્યક્તિએ પાલન કરવું જોઈએ. મહાજનો યેન ગત: સ પંથા: (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૮૬). આપણે મહાન અધિકારીઓના પદચિહનો પર ચાલવું જોઈએ. તે આપણું કાર્ય છે.
690911 - વાર્તાલાપ - લંડન