GU/690917 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડનમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 10:23, 18 October 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"એક આધ્યાત્મિક આત્મા, પરમ ભગવાનનો અંશ હોવાને કારણે, સ્વભાવથી બહુ જ શક્તિશાળી છે. આપણે જાણતા નથી કે આપણી પાસે કેટલી આધ્યાત્મિક શક્તિ છે, પણ તે ભૌતિક આવરણથી દબાયેલી છે. જેમ કે આ અગ્નિ. આ અગ્નિ, જો ઘણી બધી રાખ હશે, અગ્નિની ઉષ્મા યોગ્ય રીતે અનુભવી નથી શકાતી. પણ જો તમે રાખને ખસેડો અને તેને પંખો નાખો, અને જ્યારે તે ભડકે છે, તો તમને યોગ્ય ઉષ્મા મળે છે અને તમે તેને ઘણા કાર્યો માટે ઉપયોગમાં લઈ શકો છો. તેવી જ રીતે, આધ્યાત્મિક આત્મા તરીકે, આપણી પાસે ખૂબ જ શક્તિ છે. અને ભગવાન પરમાત્મા છે, તો આપણે કલ્પના ના કરી શકીએ કે ભગવાન પાસે કેટલી શક્તિ હશે.
690917 - ભાષણ શ્રી.ભા. ૫.૫.૨ - લંડન