"સુખ એટલે કોઈ પણ શરત વિના અમર્યાદિત, અનિયંત્રિત સુખ. તે જ વાસ્તવિક સુખ છે. જો પ્રતિબંધ હોય, જો શરત હોય તો... જેમ કે અહીં, જો હું કોઈ ભોજનાલયમાં જઉં છું, શરત એ હોય છે કે તમે સૌ પ્રથમ મૂલ્ય ચૂકવો, પછી તમે કંઈક આનંદ કરો. તો તેવી જ રીતે, જો મારે એક સરસ એપાર્ટમેન્ટ, એક સરસ મકાનનો આનંદ લેવો હોય, સૌ પ્રથમ ઘણા બધા ડોલર, ઘણા પાઉન્ડ ચૂકવો અને પછી આનંદ માણો. શરત છે. પણ બ્રહ્મ-સૌખ્યમમાં એવી કોઈ શરત નથી. જો તમે ફક્ત, જો તમે તે મંચ સુધી પહોંચી શકો, તો... તે અર્થ છે, રામ. ઇતિ રામ-પદેનાસૌ પરમ બ્રહ્મ ઈતિ અભિધીયતે (ચૈ.ચ મધ્ય ૯.૨૯). રામ. રામ એટલે રમણ. રામ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, રામ. જો તમે તેમનો સંગ કરો, રામ અથવા કૃષ્ણ અથવા વિષ્ણુ, નારાયણ... નારાયણ પરા અવ્યક્તાત. તેઓ દિવ્ય છે. તો એક યા બીજી રીતે જો તમે તેમનો સંગ કરો, જો તમે તે પદ પર ઉન્નતિ પામો છો, તો તમને અનંત, અમર્યાદિત સુખ મળે છે."
|