GU/690924 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 10:27, 18 October 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો હવે લોકો આ મુદ્દાને ધ્યાનમાં લેવાની પણ ઇચ્છા કરતા નથી, કે "જો હું શાશ્વત હોઉં, જો હું મારું સ્થાન, મારો વેશ, મારું કાર્ય દર પચાસ વર્ષ કે દસ વર્ષ કે બાર વર્ષે બદલી રહ્યો છું..." બિલાડીઓ અને કૂતરાઓ, તેઓ દસ વર્ષ જીવે છે. ગાય વીસ વર્ષ સુધી જીવે છે, અને માણસ, વધુમાં વધુ સો વર્ષ સુધી જીવે છે. વૃક્ષો હજારો વર્ષો સુધી જીવે છે. પરંતુ દરેકને બદલવું પડશે. વાસાંસિ જીર્ણાની યથા વિહાય (ભ.ગી. ૨.૨૨). જેમ આપણે આપણા જૂના કપડાં બદલવા પડે છે, તે જ રીતે, આ શરીર બદલવું પડશે. અને આપણે બદલી રહ્યા છીએ. દરેક ક્ષણ બદલાતું રહે છે. તે એક તથ્ય છે."
690924 - વાર્તાલાપ - લંડન‎