GU/700426b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે એમ વિચારીયે છીએ કે'હું ભગવાનથી સમાન છું.હું ભગવાન છું.'પણ તે અપૂર્ણ જ્ઞાન છે.પણ જો તમે જાણો છો કે,'હું ભગવાનનો અંશ છું',તે પૂર્ણ જ્ઞાન છે.માયાવાદી દાર્શનિકો,નાસ્તિક લોકો,તેમ દાવો કરે છે કે,'કોણ ભગવાન છે?હું ભગવાન છું'.તે અપૂર્ણ જ્ઞાન છે.'આ માનવ રૂપનું જીવન ચેતનાની પૂર્ણ પ્રાકટ્ય છે.'હવે,આ પૂર્ણ ચેતનાને તમે આ માનવ જીવનમાં ફરીથી જીવિત કરી શકો છો.બિલાડીયો અને કુતરાઓ,તે સમજી નથી શકતા.તો જો તમે આ સગવડનો ઉપયોગ નથી કરી શકતા,ત્યારે તમે આત્મ-હન: જનાઃ.તમે પોતાની હત્યા કરી રહ્યા છો,આત્મ-હત્યા કરી રહ્યા છો.જેમ કે અહીં કહેવાયેલું છે,આત્મ-અન્ધેન તમસાવ્રુત: તામ્સ તે પ્રેત્યઅભિગચ્છાન્તિ યેં કે ચાત્મ હનો જનાઃ.મૃત્યુ પછી, પ્રેત્યાભિ...પ્રેત્ય એટલે કે મૃત્યુ ના પછી.તો આત્મ-હનો જનાઃ ન બનતા.તમારા જીવનની સગવડને પૂરી રીતે વાપરો.તે આપણો ધંધો છે."
700426 - ભાષણ ISO Invocation Excerpt - લોસ એંજલિસ