"આપણે વિચારીએ છીએ કે 'હું ભગવાન સમાન છું. હું ભગવાન છું.' આ અપૂર્ણ જ્ઞાન છે. પણ જો તમે જાણો કે, 'હું ભગવાનનો અંશ છું', તે પૂર્ણ જ્ઞાન છે. માયાવાદી દાર્શનિકો, નાસ્તિક લોકો, તેઓ દાવો કરે છે કે, 'કોણ ભગવાન છે? હું ભગવાન છું'. તે અપૂર્ણ જ્ઞાન છે. 'આ મનુષ્ય જીવન ચેતનાનું પૂર્ણ પ્રાકટ્ય છે.' હવે, આ પૂર્ણ ચેતનાને તમે આ મનુષ્ય જીવનમાં પુનર્જીવિત કરી શકો છો. બિલાડીઓ અને કુતરાઓ, તે સમજી ન શકે. તો જો તમે આ સગવડનો ઉપયોગ નથી કરતા, તો તમે આત્મ-હન: જનાઃ છો. તમે પોતાની હત્યા કરી રહ્યા છો, આત્મ-હત્યા કરી રહ્યા છો. જેમ કે અહીં કહેલું છે, આત્મ-અન્ધેન તમસાવૃતા: તાંસ તે પ્રેત્યાભિગચ્છન્તિ યે કે ચાત્મ-હનો જનાઃ (ઈશોપનિષદ ૩). મૃત્યુ પછી, પ્રેત્યાભિ... પ્રેત્ય મતલબ મૃત્યુ પછી. તો આત્મ-હનો જનાઃ ન બનો. તમારા જીવનની સગવડનો પૂરી રીતે ઉપયોગ કરો. તે આપણું કાર્ય છે."
|