GU/700630 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જ્યારે સુધી વૈદિક જ્ઞાનનો પ્રશ્ન છે,જીવન કોઈ ખેલ નથી;તે પેહલાથી ચાલતું આવે છે.આપણે શીખીયે છીએ,આ પ્રાથમિક જ્ઞાન ભગવદ્ ગીતાના શરૂઆતમાં આપેલું છે,તે છે ન જાયતે મ્રિયતે વા કદાચિન (BG 2.20):"મારા પ્રિય અર્જુન,જીવ કદી પણ જન્મ નથી લેતો,તે કદી મરતો પણ નથી.'આ મૃત્યુ અને જન્મ આ દેહના છે,અને તમારો પ્રવાસ ચાલતું આવે છે..જેમ કે તમે તમારો વસ્ત્રને બદલો છો,તેમજ તમે તમારા દેહને બદલો છો;તમને બીજો દેહ મળે છે.તેથી જો આપણે આચાર્યોના શિક્ષાઓનું પાલન કરીશું,કે અધિકારીઓના,ત્યારે મૃત્યુ પછી પણ જીવન છે.અને કેવી રીતે આવતા જીવન માટે તૈય્યારી કરવી?કારણ કે આ જીવન આવતા જીવન માટે તૈય્યારી છે.એક બંગાળી કેહવત છે કે,તેમ કહેવાયેલું છે,ભજન કોરો સાધન કોરો મરતે જાનલે હય.તેનો તાત્પર્ય એમ છે કે તમે તમારા જ્ઞાનના સંબંધમાં ખૂબજ ઉન્નત હોઈ શકો છો,ભૌતિક કે આધ્યાત્મિક,પણ બધું મૃત્યુના સમયે પરીક્ષણ લેવામાં આવશે."
700630 - ભાષણ SB 02.01.01 - લોસ એંજલિસ