GU/700630 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જ્યા સુધી વૈદિક જ્ઞાનનો પ્રશ્ન છે, જીવન કોઈ ખેલ નથી; તે પેહલેથી જ ચાલતું આવે છે. આપણે શીખીએ છીએ, આ પ્રાથમિક જ્ઞાન ભગવદ્ ગીતાની શરૂઆતમાં આપેલું છે, કે ન જાયતે મ્રિયતે વા કદાચિન (ભ.ગી. ૨.૨૦): "મારા પ્રિય અર્જુન, જીવ કદી પણ જન્મ નથી લેતો, કે ન તો તેનું મૃત્યુ થાય છે.' આ મૃત્યુ અને જન્મ આ દેહના છે, અને તારી મુસાફરી ચાલતી જ રહે છે... જેમ કે તમે તમારા વસ્ત્રને બદલો છો, તે જ રીતે તમે તમારા દેહને બદલો છો; તમને બીજો દેહ મળે છે. તેથી જો આપણે આચાર્યો અથવા અધિકારીઓની શિક્ષાઓનું પાલન કરીએ છીએ, તો મૃત્યુ પછી પણ જીવન છે. અને કેવી રીતે આવતા જીવન માટેની તૈયારી કરવી? કારણ કે આ જીવન આવતા જીવન માટેની તૈયારી છે. એક બંગાળી કેહવત છે કે, એવું કહ્યું છે કે, ભજન કોરો સાધન કોરો મૂર્તે જાનલે હય. તેનો તાત્પર્ય છે કે તમે તમારા ભૌતિક કે આધ્યાત્મિક જ્ઞાનના વિકાસથી ખૂબ જ ગર્વિત હોઈ શકો છો, પણ મૃત્યુના સમયે આ સર્વેની કસોટી થશે."
700630 - ભાષણ શ્રી.ભા. ૨.૧.૧ - લોસ એંજલિસ