GU/700701 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો શરૂઆત છે,શ્રીમદ ભાગવતાં એટલે કે કૃષ્ણ.તે બીજું કઈ પણ નથી હોઈ શકતું.તે કૃષ્ણ-કથા છે.ભગવદ્ ગીતા પણ કૃષ્ણ-કથા છે.કથા એટલે કે શબ્દો.તો કૃષ્ણ-શબ્દો,જે કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલા છે,તે ભગવદ્ ગીતા છે.અને જે શબ્દો કૃષ્ણ વિષે કહેવામાં આવેલા છે,તે શ્રીમદ ભાગવતમ છે.નહીંતર કૃષ્ણના ભક્તોના સંબંધમાં,તે ભાગવત છે.તો ભાગવત,બે પ્રકારના ભાગવત છે.એક,આ ગ્રંથ ભાગવત,અને બીજો,વ્યક્તિ ભાગવત,ભક્ત.તે પણ ભાગવત છે.ચૈતન્ય મહાપ્રભુ ભલામણ કરે છે ભાગવત પડો ગિયા ભાગવત સ્થાને:'તમને ભાગવત,વ્યક્તિ ભાગવત પાસે જઈને શ્રીમદ ભાગવત સાંભળવું જોઈએ.'નહીંતર તમે ગેરસમજ કરશો.ભાગવત પડા ગિયા ભાગવત સ્થાને."
700701 - ભાષણ SB 02.01.01 - લોસ એંજલિસ