"તો શરૂઆત છે, શ્રીમદ ભાગવતમ એટલે કૃષ્ણ. તે બીજું કઈ હોઈ જ ન શકે. તે કૃષ્ણ-કથા છે. ભગવદ્ ગીતા પણ કૃષ્ણ-કથા છે. કથા મતલબ શબ્દો. તો કૃષ્ણ-શબ્દો, જે કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલા છે, તે ભગવદ્ ગીતા છે. અને જે શબ્દો કૃષ્ણ વિષે કહેવામાં આવેલા છે, તે શ્રીમદ ભાગવતમ છે. અથવા કૃષ્ણના ભક્તોના સંબંધમાં, તે ભાગવત છે. તો ભાગવત, બે પ્રકારના ભાગવત છે. એક, આ ગ્રંથ ભાગવત, અને બીજુ, વ્યક્તિ ભાગવત, ભક્ત. તે પણ ભાગવત છે. ચૈતન્ય મહાપ્રભુ ભલામણ કરે છે કે ભાગવત પર ગિયા ભાગવત સ્થાને: 'તમારે વ્યક્તિ ભાગવત પાસે જઈને શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરવું જોઈએ.' નહીંતો તમે ગેરસમજ કરશો. ભાગવત પર ગિયા ભાગવત સ્થાને."
|